રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.
#DIWALI2021

રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)

દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.
#DIWALI2021

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
6-8 સરવિંગ
  1. ૧૦૦ ગ્રામ સેકેલી વર્મીસેલી
  2. ૧ ટીસ્પૂનઘી
  3. ૩ ટેબલસ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૧ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  5. ૨ ટેબલસ્પૂનપાણી
  6. ૧ કપદૂધ
  7. ૧/૨ કપફ્રેશ ક્રીમ
  8. ૧ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  9. ૪ ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  10. ૪ ટેબલસ્પૂનકાજુ પાઉડર
  11. ૪-૫ ટેબલસ્પૂન ખાંડ
  12. ૧ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  13. ૩-૪ ટેબલસ્પૂન ડ્રાયફ્રૂટ્સ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વરમીસિલી ને નાના કટકા કરીને ઘી મા સેકી લેવી

  2. 2

    વરમીસિલિ બ્રાઉન થાય પછી તેમાં ૨ ટેબલસ્પૂન પાણી નાખવું જેથી વેરમીસિલી સોફ્ટ થઈ જાય ત્યાર બાદ ઇલાયચી પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરીને મિક્સ કરી ૩-૪ મિનિટ લો ફ્લેમ પર કૂક કરવી

  3. 3

    ત્યાર બાદ કપકેક ના મોલ્ડ ને ગ્રીસ કરી વાટકી જેવો શેપ આપી ને સેટ ફ્રીઝ માં ૨-૩ કલાક માટે સેટ કરવી. વરમિસિલિ ગરમ હોય ત્યારે જ સેટ કરી લેવી

  4. 4

    હવે ઇન્સ્ટન્ટ રબડી માટે કોર્ન ફ્લોર, કાજૂ પાઉડર, મિલ્ક પાઉડર, ઇલાયચી, ખાંડ, દૂધ, ફ્રેશ ક્રીમ બધુ મિક્સ કરીને ગેસ પર ૫-૭ મિનિટ માટે સતત હલાવતા રહેવું.

  5. 5

    મિશ્રણ ધટ્ટ થઈ ગયા પછી ડ્રાયફ્રૂટ્સ ની કતરણ ઉમેરવી અને ફ્રીઝ મા ૧-૨ કલાક ઠંડી કરી લેવી

  6. 6

    સેટ થયેલી વર્મીસેલી ને અનમોલ્ડ કરી તેમાં રબડી ભરી ને ડ્રાયફ્રૂટ્સ થી ગાર્નિશ કરી સર્વ કરવું

  7. 7

    Variation : રબડી ની બદલે શ્રીખંડ પણ સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes