દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

ગુજરાતી નું પ્રખ્યાત નાસ્તો જે રાત્રે હલકું ફુલેકું ખાવું હોય તો બનાવી શકાય.

દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

ગુજરાતી નું પ્રખ્યાત નાસ્તો જે રાત્રે હલકું ફુલેકું ખાવું હોય તો બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. મૂઠીયા બનાવવા માટે
  2. વાટકો બાજરા નો લોટ
  3. વાટકો ઘઉંનો લોટ
  4. ૧/૨વાટકો ચોખાનો લોટ
  5. ૧/૪વાટકો ચણાનો લોટ
  6. ૨૫૦ ગ્રામ દૂધી છીણેલું
  7. ચમચો આદુ લસણની પેસ્ટ
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ (૧/૨ ચમચી)ખાંડ
  13. ૧ ચમચીલીંબુનો રસ
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ચમચો તેલ મોણ માટે
  16. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  17. ચપટીસોડા
  18. ૧/૪વાટકો કોથમીર ઝીણી સમારેલી
  19. મૂઠીયા વઘારવા માટે
  20. ૧ મોટો ચમચોતેલ
  21. ૧ ચમચીરાઈ
  22. ૧/૪ ચમચીહિંગ
  23. ૫-૬ લીમડાના પાન
  24. ૧ ચમચીસફેદ તલ
  25. ૧/૨ ચમચીખાંડ
  26. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. પછી તેમા બાજરાનો લોટ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ નાખવો. પછી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મરચું પાઉડર, મીઠું, હિંગ, જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, મોણ અને સોડા નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેને જરૂર મુજબ પાણી નાખીને વ્યવસ્થિત લોટ બાંધી લેવો.

  2. 2

    હવે ગેસ પર એક મોટો લોઈઓ મુકવું પછી તેમા વાટકો પાણી અંદર રાખી તેના ઉપર ચારણી મૂકી મુઠીયા બાફવા રાખો. હવે બાંધેલા લોટને મૂઠી વાડીએ એવા આકાર ના મુઠીયા વારી લેવા અને ગેસ પર મુઠીયા બાફવા મૂકવા.શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. પછી તેને ચાકુથી ચેક કરી લો બરાબર બફાઈ ગયા છે.

  3. 3

    બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા.જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ, લીમડા ના પાન નાખો અને પછી તેમાં બાફેલા મુઠીયા ના કટકા નાખી પછી તેમાં ખાંડ નાખી બરાબર હલાવી લો. જો તમને ક્રીસ્પી મુઠીયા કરવા હોય તો ૨-૩ મિનિટ ધીમા શેકો.પછી તેને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર

ટિપ્પણીઓ

Similar Recipes