દૂધી અને ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Urvi Tank
Urvi Tank @UrviChauhan

#AT

દૂધી અને ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગ મધ્યમ કદની દૂધી
  2. 1 નાની વાટકીચણાની દાળ
  3. 1નાનું ટામેટું
  4. 1 નાની ચમચીઆદું, મરચાં અને લસણની પેસ્ટ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નાની ચમચીહળદર પાઉડર
  7. 1 નાની ચમચીધાણાજીરું પાઉડર
  8. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  9. 1ડાળી મીઠો લીમડો
  10. 2 મોટી ચમચીતેલ
  11. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકરમાં 2 મોટી ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ નાખો. હવે એક નાની ચમચી હિંગ ઉમેરો. મીઠા લીમડાના પાન નાખો. જીણા સમારેલા ટામેટાં અને લીલું મરચું નાખી બધું સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બધુંજ સારી રીતે મિક્સ કરી બે મિનિટ શેકો.

  3. 3

    હવે પલાળેલી ચણાની દાળ માથી બધુંજ પાણી સારી રીતે કાઢી દાળ ઉમેરી ને મિક્સ કરો.બે મિનિટ સુધી શેકો.

  4. 4

    હવે સમારેલી દૂધી નાખી બધુંજ સારી રીતે મિક્સ કરી લો.

  5. 5

    એક વાટકી પાણી નાખો. કૂકરને બંધ કરી ધીમા ગેસ પર બે અને ફુલ ગેસ પર બે એમ ચાર સીટી વગાડીને ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું થાય એટલે શાકને વાટકામાં કાઢી ગરમ રોટલી સાથે પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Tank
Urvi Tank @UrviChauhan
પર

ટિપ્પણીઓ

Similar Recipes