ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#MBR1
Week1
દૂધી ચણાની દાળ નું શાક
ચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,
દૂધી તો ઉત્તમ છે જ.
તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે..

ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

#MBR1
Week1
દૂધી ચણાની દાળ નું શાક
ચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,
દૂધી તો ઉત્તમ છે જ.
તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ સર્વ
  1. બાઉલ ચણા ની પીળી દાળ
  2. ૧૫૦ ગ્રામ દૂધી
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૧ ટેબલસ્પૂનટોમેટો પ્યુરી
  6. ૧/૪ કપફ્રેશ કાપેલા ધાણા
  7. ૧ ટેબલસ્પૂનક્રશ આદુ મરચા લસણ
  8. મસાલા માં
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરૂ
  13. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  14. વઘાર માટે
  15. ૧ ટેબલસ્પૂનતેલ
  16. ૧ ચમચીરાઈ જીરું હિંગ
  17. ૧ ચમચીહળદર
  18. લીમડો
  19. ઉપર ના તડકા માટે
  20. ૧ ટેબલસ્પૂનઘી
  21. ૧/૨ ચમચીરાઈ,હિંગ
  22. ૧ નંગસુકુ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને ૨ કલાક પહેલા ગરમ પાણી માં પલાળી રાખી, ડૂંગળી ટામેટા,ધાણા અને દૂધી કાપીને સાથે આદુ મરચા લસણ ને ક્રશ કરી લીમડા સાથે તૈયાર રાખ્યા.

  2. 2

    કુકર માં તેલ લઇ રઈ જીરું હિંગ હળદર અને લીમડો નાખી વઘાર તૈયાર કરી ક્રશ આદુ મરચા લસણ ડુંગળી અને ટામેટા વારાફરતી સાંતળ્યા.ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી નાખી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી મીઠું મરચુ હળદર ધાણાજીરું નાખી મસાલા મિક્સ કરી થોડું પાણી એડ કરી ઉકળવા દીધું..

  3. 3

    હવે તેમાં પલાળેલી ચણા ની દાળ અને દૂધીના કટકા ઉમેરી,વધારે પાણી અને ધાણા નાખી એક ઉભરો આવ્યો એટલે કુકર બંધ કરી ૪ સિટી વગાડી શાક તૈયાર કરી લીધું.

  4. 4

    શાક ને બાઉલ માં કાઢી,ઉપર ના તડકા માટે વઘારિયાં માં ઘી લઈ રાઈ હીંગ અને સૂકું મરચું તતડાવી શાક ઉપર રેડી દીધું સાથે ધાણા થી સ્પ્રિંકલ કરી સર્વ કર્યું.
    ટેસ્ટી દૂધી ચણાની દાળ નું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes