લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#ROK
#kadhi Recipe
#MBR2
#Week2
કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામદહીં
  2. 1/2 કપચણાનો લોટ
  3. જરૂર મુજબ પાણી
  4. 1 કપલીલુ લસણ બારીક સમારેલું
  5. 1 કપલીલી ડુંગળી બારીક સમારેલી
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. 1 ચમચીલસણ મરચાની પેસ્ટ
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીસમારેલો ગોળ
  12. લીલી ડુંગળી લસણ સાંતળવા માટે :
  13. 2 ચમચીઘી
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ચપટીહળદર
  16. વઘાર માટે :
  17. 2 ચમચીઘી
  18. 1 ચમચીજીરૂ
  19. 10 નંગમીઠા લીમડાના પાન
  20. ચપટીહિંગ
  21. ગાર્નિશ માટે :
  22. 2 ચમચીલીલુ લસણ બારીક સમારેલું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી અને લીલા લસણ ને સાફ કરીને બારીક ચોપ કરી લો. કડાઈ માં ઘી ગરમ કરવા મૂકી તેમાં લીલી ડુંગળી માં થોડું મીઠું અને ચપટી હળદર નાખી સાંતળી લો. બે મિનિટ માટે જ કુક કરવું. હવે તેમાં આદુ-લસણ મરચાની પેસ્ટ નાંખી સાંતળી લો.

  2. 2

    પછી તેમાં લીલુ લસણ એડ કરી બે સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં હળદર, મરચું એડ કરો. પાંચ મિનિટ સુધી કૂક થવા દો.

  3. 3

    તપેલીમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરીને બે ગ્લાસ પાણી એડ કરો. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. કઢી માટે મિક્સર રેડી છે.

  4. 4

    આ બેટર ને સાંતળેલી લીલી ડુંગળી માં એડ કરો. સ્વાદ મુજબ મીઠું અને ગોળ એડ કરો. દસ મિનિટ સુધી ઉકળવા દો. હવે ઘીનો વઘાર તૈયાર કરી લઈએ. ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ અને લીમડો નાખીને આ વઘાર કઢીમાં એડ કરો. પાંચ મિનિટ સુધી ઉકળવા દો. લીલી ડુંગળી લસણની કઢી રેડી છે.

  5. 5

    લીલી ડુંગળી લસણ ની કઢી રેડી છે. ગરમા ગરમ કઢી ને બાજરીના રોટલા, મુળા અને તળેલા લીલા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes