લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામલીલી ડુંગળી ઝીણી સમારેલી
  2. 500 ગ્રામદહીં
  3. 4 ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીઝીણી સમારેલી સુકી ડુંગળી
  5. વઘાર માટે:
  6. 2 ચમચીઘી
  7. 1 ચમચીજીરું
  8. 1/4 ચમચીહિંગ
  9. મીઠો લીમડો, તમાલપત્ર,સૂકા લાલ મરચા
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 2 ચમચીલીલુ લસણ ઝીણું સમારેલું
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીકસૂરી મેથી
  15. મીઠું સ્વાદાનુસાર
  16. પાણી
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીંમાં ચણાનો લોટ નાખીને તેને મિક્સ કરી લો અને તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી નાખો. ખાસ ધ્યાન રાખવું કે દહીં બહુ પાતળું ના કરી દેવું.

  2. 2

    આ દહીં ને ધીમા તાપે ગેસ પર ઉકાળવા મુકો.

  3. 3

    વઘાર માટે એક ફ્રાય પેનમાં ઘી લેવું. તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, તમાલપત્ર તથા સૂકા મરચા નો વઘાર કરવો.

  4. 4

    હવે આ વઘાર માં સુકી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો. એક મિનિટ પછી તેમાં લીલું લસણ, લીલી ડુંગળી, હળદર,મીઠું અને કસૂરી મેથી નાખો.

  5. 5

    કઢીમાં બે ઉભરા આવે એટલે આ વઘાર તેમાં રેડી દો. પાંચથી સાત મિનિટ સુધી ઉકાળો અને ઉપરથી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes