કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 2 કપદહીં
  2. 1/2 કપબેસન
  3. 4 કપપાણી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ચમચીસમારેલો ગોળ
  6. 2 નંગલીલા મરચા
  7. ટુકડોઆદુ છીણેલું
  8. 2 ચમચીલીલુ લસણ બારીક સમારેલું
  9. વઘાર માટે :
  10. 3 ચમચીઘી
  11. 1 ચમચીજીરૂ
  12. 1 ચમચીમેથી
  13. તમાલપત્ર તજ લવિંગ
  14. 2 નંગસૂકા લાલ મરચા
  15. 10લીમડા મીઠા લીમડાના પાન
  16. ચપટીહિંગ
  17. ગાર્નિશ માટે :
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દહીં, ચણાનો લોટ અને જરૂર મુજબ પાણી મિક્સ કરો પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો કઢીનું બેટર રેડી છે

  2. 2

    બીજી તપેલીમાં વઘાર માટે ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, મેથી અને હિંગનો વઘાર કરો. હવે તેમાં સૂકા લાલ મરચા, તજ, લવિંગ, તમાલપત્ર,મીઠો લીમડો એડ કરો. બે સેકન્ડ માટે થવા દો પછી તેમાં કઢીનું બેટર એડ કરો.

  3. 3

    કઢીનો એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં મીઠું, ગોળ, આદુ અને લીલા મરચા એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવી લો. કઢી ને બરાબર ઉકળવા દો. કઢી બની જાય પછી છેલ્લે લીલુ લસણ એડ કરવું.

  4. 4

    સર્વ કરવા માટે કાઠીયાવાડી કઢી રેડી છે. કાઠીયાવાડી કઢીને કોથમીરથી ગાર્નીશ કરો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes