લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1 કપમગ ની દાળ
  3. 1 કપઅડદ દાળ
  4. 1 કપચણા દાળ
  5. 500 ગ્રામખાટું દહીં
  6. 1 ટીસ્પૂનહળદર
  7. 2 ટેબલસ્પૂનઆદુ મરચાં પેસ્ટ
  8. 1પેકેટ ઈનો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ, ચોખા એકસરખા માપ થી કાઢીને 5 થી 6 પાણી થી ધોઈ લો. હવે એક બાઉલ માં 4 ગ્લાસ પાણી લઈ દાળ, ચોખા 6 કે 8 કલાક માટે પલાળી રાખો.હવે ઢોકળા બનાવવાના હોવ ત્યારે દાળ ચોખા માથી પાણી નિતારી મિશ્રણને મિક્સરમાં દહીં સાથે એકદમ સરસ ફાઇન પેસ્ટ જેવું બનાવી લ્યો.

  2. 2

    હવે બધા મિશ્રણ માં આદુ મરચા પેસ્ટ, મીઠું, હળદર નાખી સરસ મિક્સ કરો.હવે ઢોકળાં ના કૂકર ને પાણી મૂકી ગરમ કરવા મૂકી દો. કૂકર ગરમ થાય ત્યાં સુધી એક થાળી ઢોકળા ઉતરે એટલું મિશ્રણ એક બાઉલ માં લઈ એમાં 1 ટીસ્પૂન તેલ અને 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરી બરાબર હલાવી લો અને ઢોકળા ની થાળી માં ખીરું રેડી ઢાંકણ ઢાંકી 20 મિનિટ થવા દો.

  3. 3

    હવે થાળી બહાર કાઢી ઢોકળાં કટ કરી અને અનેસર્વ કરો. (ઢોકળા મૂકો ત્યારે ઉપર લાલ મરચું ભભરાવી ને મૂકો).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes