દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 persons
  1. 1 કપચોખા
  2. 1/2 કપચણા ની દાળ
  3. 1/4 કપઅડદ ની દાળ
  4. 1 કપખાટું દહીં
  5. 1 ટેબલ સ્પૂનમેથી દાણા
  6. 2 કપછીણેલી દૂધી
  7. 1/2 કપસમારેલી કોથમીર
  8. 1 ટેબલ સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  9. 1/2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 2 ટેબલ સ્પૂનતેલ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ચણાની દાળ અને અડદની દાળ લઈ તેનો લોટ તૈયાર કરી લેવો. લોટ ને ચાળી લેવો. હવે એ લોટમાં ખાટું દહીં, હળદર અને પાણી ઉમેરી લોટ ની પલાડી દેવો. હવે તે ડબ્બો ગરમ જગ્યાએ 6-7 કલાક આથો લાવવા માટે મૂકી દેવો. મેથી દાણા ને વાટકી માં પાણી નાખીને પલાડી દેવી.

  2. 2

    આથો આવી જાય એટલે તેમાં છીણેલી દૂધી, સમારેલી કોથમીર, આદુ-મરચાં ની પેસ્ટ, પલાડેલા મેથી દાણા અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં તેલ નાખી મિક્સ કરી લેવું. છેલ્લે તેમાં બેંકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લેવું. થાળી અને કેક ના મોલ્ડ માં તેલ લગાડી દેવું. અને બન્ને માં ઢોકળા નું ખીરૂ પાથરી ઉપર લાલ મરચું પાઉડર નાખવો.અને ઢોકળીયા માં પાણી નાખીને ગરમ થવા મુકવું.

  3. 3

    પંદરથી વીસ મિનિટ પછી ઢોકળાની થાળી સ્ટીમર માંથી કાઢી તેની ઉપર તેલ લગાડી તેના પીસ કરી લેવા.

  4. 4

    20 મિનિટ પછી કેક ના મોલ્ડ વાળા ઢોકળા ની ડીશમાં વચ્ચે ચપ્પુ લગાવીને ચેક કરી જોવું. જો ચપ્પુ clean નીકળે ઢોકળા ચડી ગયા છે. હવે તેને બહાર કાઢી ઠંડું થવા દેવું. પછી તેની ફરતે ચપ્પુ ફેરવીને ઢોકળાને અનમોલ્ડ કરવા.

  5. 5

    હવે તેને પીઝા ની જેમ કટ કરી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ થવા મુકી તેમાં રાઈ અને તલ ઉમેરવા. રાઈ ફૂટે એટલે તેમાં ઢોકળા ના પીસ મુકવા અને બંને બાજુ તેને શેકી લેવા.

  6. 6

    હવે સ્ટીમ ઢોકળા અને સેલો ફ્રાય ઢોકળા બંન્ને મેં ગ્રીન ચટણી, લસણની ચટણી અને સીંગતેલ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes