પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SPR
#MBR4
#week4
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવરમાં અને અલગ અલગ પદ્ધતિથી બનાવી શકીએ છીએ. મેં આજે પાસ્તા સ્ટીક્સ બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર બને છે. પાસ્તા સ્ટીક્સ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. પાસ્તા ને જો બાફીને તૈયાર કરી લીધેલા હોય તો માત્ર પાંચ થી દસ મિનિટમાં જ આ સ્ટીક્સ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ આ એટ્રેક્ટિવ અને ટેસ્ટી એવી પાસ્તા સ્ટીક્સ કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સ્ટીક્સ માટે
  1. 100 ગ્રામપેની પાસ્તા
  2. 3 કપપાણી
  3. 1 Tspતેલ
  4. 1 Tbspમીઠું
  5. 3 Tbspપીઝા પાસ્તા સોસ
  6. 1/2 કપમોઝરેલા ચીઝ
  7. 2 Tbspસમારેલા ગ્રીન કેપ્સીકમ
  8. 2 Tbspસમારેલા રેડ કેપ્સીકમ
  9. 2 Tbspસમારેલી ડુંગળી
  10. સ્લાઇસબ્લેક ઓલીવ્સની
  11. 1 Tspઓરેગાનો
  12. 1/2 Tspમરી પાઉડર
  13. 1/2 Tspગ્રીનહર્બ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક મોટા વાસણમાં પાણી ઉકાળી તેમાં તેલ અને મીઠું ઉમેરી તેમાં પેની પાસ્તા ઉમેરી તેને ચાર થી પાંચ મિનિટ માટે બોઇલ કરવાના છે. ત્યારબાદ પાણી નિતારી એક ચારણીમાં પાથરી દેવાના છે.

  2. 2

    આ પાસ્તાને સ્કીવર (સ્ટીક)માં લગાવવાના છે. તેના પર પીઝા પાસ્તા સોસ અને મોઝરેલા ચીઝ લગાવવાનું છે.

  3. 3

    તેના પર સમારેલા બધા જ વેજીસ અને બ્લેક ઓલીવ્સ મૂકવાના છે. તેના પર ઓરેગાનો, મરી પાઉડર, ગ્રીનહર્બ અને સ્વાદ અનુસાર મીઠું છાંટવાનું છે.

  4. 4

    આ તૈયાર કરેલી સ્ટીક્સને એક મિનિટ માટે માઇક્રોવેવ કરવાનું છે.

  5. 5

    જેથી આપણી પાસ્તા સ્ટીક્સ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes