ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

Nikita Dave
Nikita Dave @cook_25526450
Ahmedabad

#GA4
#Week5
સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા

ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week5
સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
4 સર્વિંગ્સ
  1. પાસ્તા બાફવા માટે
  2. 1+1/2 લીટર પાણી
  3. 1 ચમચીમીઠું
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. 2+1/2 મોટા કપ મેક્રોની પાસ્તા
  6. ગ્રેવી માટે
  7. 6-7 મોટા ટામેટા ની પ્યોરી
  8. 2મોટા કાંદા
  9. 2મોટા કેપ્સીકમ
  10. 2મીડિયમ ગાજર
  11. 1 કપફણસી
  12. 2 મોટા ટેબ.ચમચી વટાણા
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  15. 1 ટી.સ્પૂનઓરેગાનો
  16. 1 ટેબલસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  17. 2 ટેબલ સ્પૂનખાંડ
  18. 1 ટીસ્પૂનમિક્સ હર્બ્સ
  19. 2 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ અથવા બે મોટા ચમચા બટર
  20. ગાર્નીશિંગ માટે
  21. 1 કપઝીણા સમારેલા સ્પ્રિંગ ઓનીઓન
  22. 1 કપછીણેલુ ચીઝ
  23. 2 મોટા ટેબલસ્પૂન બ્લેક ઓલીવ્સ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં આપણે પાસ્તા બાફી લઈશું અને સામગ્રી માં બતાવ્યા પ્રમાણે પાણી ઉકાળવા મૂકી શું તેમાં મીઠું અને જે બતાવ્યું છે એ તેલ નાખી લઈશું અને એમાં માપ પ્રમાણે બોમ્બેનો મેક્રોની પાસ્તા એડ કરશો અને હવે એને હલાવતા હલાવતા ઉઘાડી છું જેથી તે નીચે ચોંટી ના જાય

  2. 2

    હવે પાસ્તાને ઉકાળી લીધા પછી તેને ગાળી લઈ તેના પર ફ્રીઝમાંથી કાઢી એકદમ ઠંડી ચિલ્ડ પાણી ની બોટલ લઇ જઈશું જેથી પાસ્તા એકદમ છુટા રે અને ચોંટી ના જાય

  3. 3

    અને હવે ગ્રેવી માટે આપણે જરૂરી સામગ્રી છે ભેગી કરી લઈશું

  4. 4

    બધાં જ શાક કેપ્સિકમ ગાજર ફણસી બધું જ ઝીણી સમારી લેવાં છે અને ટામેટાને ઉકાળીને એની પ્યુરે તૈયાર રાખવાની છે

  5. 5

    હવે પેનમાં ઓલિવ ઓઈલ અથવા તો બટર જે પણ તમે લીધું હોય એ લઈ તેમાં કાંદા સંતાળીશું. પછી તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરશો હવે તેમાં બાકીના બધા જ શાક ઉમેરી દેશો મને સતત હલાવતા રહો

  6. 6

    હવે તેમાં સીઝનીંગ માટે મીઠું ઓરેગાનો મરી પાઉડર અને મિક્સ હર્બ્સ બધું જ એડ કરતાં જઈશું અને હલાવતા રહીશું

  7. 7

    હવે તેમાં આપણે બાફીને તૈયાર કરેલ આ bombinoનો પાસ્તા એડ કરશો

  8. 8

    અને સૌથી છેલ્લે ગાર્નીશિંગ માટે ઉપરથી ઝીણા સમારેલા લીલા કાંદા છીણેલું ચીઝ અને કટ ઓલીવ્સ થી આપણે રેસીપી ગાર્નીશ કરીશું

  9. 9

    ઉપર ફોટા માં જણાવ્યા પ્રમાણે ગાર્નીશિંગ પછી થોડીવાર માટે ધીમા ગેસ પર એને ઢાંકી દેવામાં આવે તો રેસીપી નો લુક અને ટેસ્ટ બંનેમાં ચાર ચાંદ લાગી જાય છે જેમાં ચીઝ થોડી પિઘલી અને સેટ થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Dave
Nikita Dave @cook_25526450
પર
Ahmedabad

Similar Recipes