કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#CWM1
#Hathimasala
#MBR6
#week6
#CookpadTurns6

કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે.

કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)

#CWM1
#Hathimasala
#MBR6
#week6
#CookpadTurns6

કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપકોથમીર સમારેલી
  2. 1 કપબેસન
  3. 2 ચમચીચોખા નો લોટ
  4. 1 ચમચીરવો
  5. લીલો મસાલો -👇
  6. 5લીલા મરચા (તીખા મોળા)
  7. 2 ચમચીલીલું લસણ
  8. 2 ચમચીકોથમીર ની દાંડી
  9. 5-6પાન ફૂદીનો
  10. 2 ટુકડાઆદુ
  11. સૂકી મસાલો -👇
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. 1/2 ચમચીધાણાજીરું
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/4 ચમચીહિંગ
  18. 1 ચમચીલીંબુ નો રસ
  19. 2 ચમચીતલ
  20. 2 ચમચીટોપરા નું બારીક ખમણ
  21. 2 ચમચીતેલ
  22. 1/2 કપપાણી
  23. 1 ચમચીતેલ ગ્રીસ કરવા માટે
  24. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને સાફ કરી સમારી લેવી. લીલો મસાલો સમારી ને મિક્સર માં અધકચરો ક્રશ કરી લેવો.

  2. 2

    બંને લોટ અને રવો ચાળી ને તેમાં બધા સૂકા મસાલા,ખમણ તલ,તેલ ઉમેરી દેવા.

  3. 3

    હવે તેમાં કોથમીર અને ક્રશ કરેલો લીલો મસાલો અને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરવું.પછી જરૂરિયાત મુજબ (½ કપ) પાણી ઉમેરી (મુઠીયા જેવો)મધ્યમ લોટ બાંધવો.

  4. 4

    પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી તેમાં કોથમીર વડી નો લોટ પાથરી ઉપર તલ સ્પ્રેડ કરી ને તવેથા થી પ્રેસ કરવું.સ્ટીમર માં તૈયાર કરેલી પ્લેટ ને મૂકી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો પછી ચેક કરી ઉતારી લો.

  5. 5

    હવે ઠંડુ પડે એટલે કાપા પડી તેના ચોરસ પીસ કરી લો.તેને ગરમ તેલ માં મધ્યમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા.

  6. 6

    આ રીતે તૈયાર છે મહારાષ્ટ્ર ની ફેમસ કોથંબીર વડી.તેને 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

  7. 7

    કોથંબીર વડી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (16)

Ketki Dave
Ketki Dave @ketki_10
@Keshmaraichura_1104 Healthy Congratulations Dear Keshmaben for 500 Recipes 💐🥰❤️

Similar Recipes