કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#માઇઇબુક
#પોસ્ટ1
#સ્નેક્સ
#પોસ્ટ4
કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે

કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ1
#સ્નેક્સ
#પોસ્ટ4
કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2કપ ઝીણી સુધારેલી કોથમીર
  2. 2કપ બેસન
  3. 1/4ચમચી હળદર
  4. 1/4ચમચી લાલ મરચું
  5. 1ચમચી ધાણાજીરું
  6. ચપટી હિંગ
  7. 1ચમચો તલ
  8. 1/4શેકેલા સીંગદાણા
  9. 1ચમચો આદુ લસણ ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. રાંધવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સીંગદાણા ને સેકી તેના ફોતરાં કાઢી લેવા અને અધકચરા વાટી લેવા.

  2. 2

    એક વાસણ માં બેસન, બધા સૂકા મસાલા, સીંગદાણા નો ભૂકો, મીઠું, કોથમીર અને આદુ લસણ ની પેસ્ટ નાખો અને સરખી રીતે ભેળવી લો. થોડું પાણી ઉમેરી, જાડું મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે એક થાળી કે પ્લેટ માં તેલ લગાવી આ મિશ્રણ પાથરો અને ઢોકળા ની જેમ વરાળ માં રાંધી લો.

  4. 4

    ઠંડી થાય એટલે નાના ચોરસ ટુકડા માં કાપી લો.

  5. 5

    હવે નોનસ્ટિક લોઢી માં થોડું તેલ મૂકી, ધીમા થી મધ્યમ તાપ પર બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકો.

  6. 6

    ચટણી, કેચપ, ચા-કોફી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes