છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પલાળેલા છોલે ચણા
  2. ૧૦૦ ગ્રામ ટામેટાં
  3. ૧૦૦ ગ્રામ ડુંગળી
  4. ૨ ચમચીઆદુ-મરચા લસણની પેસ્ટ
  5. ૨૦૦ ગ્રામ મેંદો
  6. ૧ કપદહીં
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. ૩ ચમચીતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ખડા મસાલા
  11. હળદર જરૂર મુજબ
  12. ધાણાજીરું જરૂર મુજબ
  13. લાલ મરચું જરૂર મુજબ
  14. ગરમ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણા ને છ થી સાત કલાક પલાળી ત્યારબાદ કુકરમાં મીઠું અને ખડા મસાલા ની પોટલી ચાની ભૂકી નાખી અને બાફી લ્યો

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી સાંતળી લ્યો ડુંગળી ટમેટાને ગ્રેવી કરી સાંતળી લ્યો ગ્રેવી સરસ ચડી જાય એટલે તેમાં હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખી સરસ રીતે એક રસ થાય ત્યાં સુધી ચડવા દો

  3. 3

    ગ્રેવી ઊકળે એટલે તેમાં બાફેલા ચણા નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી છોલે તૈયાર કરો

  4. 4

    હવે કુલચા બનાવવા માટે મેંદામાં બેકિંગ સોડા દહીં સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધી રાખો

  5. 5

    લોટ બાંધી તેને એક કલાક માટે રહેવા દો. એક કલાક પછી તેને તેલવાળો હાથ કરી લોટને મસળી લ્યો

  6. 6

    તૈયાર કરેલા લોટમાંથી કુલચા તૈયાર કરી તેને શેકી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ છોલે કુલચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes