કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે

કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
૨લોકો
  1. ૧૫૦ ગ્રામ ઝીણી પાતરી અને લાંબી સમારેલી કોબીજ
  2. ૨ નંગલાલ કડક ટામેટા
  3. ૨ નંગદેશી ગાજર
  4. ૨ ચમચીજીણી સુધારેલી કોથમીર
  5. ૪ નંગઉભા સમારેલા મોળા મરચા
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીરાઈ જીરુ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. ૧ ચમચીમીઠું
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૨ ચમચીધાણાજીરું અથવા ચાટ મસાલો
  12. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજીને પાણીથી ધોઈ લૂછી અને કોબીને ઝીણી લાંબી કાપવો ગાજરને પણ વચ્ચેનો ભાગ કાઢી એને પણ લાંબી ચીરી કરો મોળા મરચા ના બી કાઢી તેના પણ લાંબા ચીરા કરો ટામેટા માંથી પણ બી કાઢી તેને પણ લાંબા ચીરા કરો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરું તતડે એટલે તેમાં હિંગ નાખી હળદર નાખો અને ત્યાર પછી બધા જ આપેલા શાકભાજી નાખી ધીમા ગેસ ઉપર હલાવો થોડુંક શાકભાજી નરમ થાય એટલે તેને નીચે ઉતારી લો પછી તેમાં મીઠું ધાણાજીરું લીંબુનો રસ અને કોથમીર નાખી ઉપર કોથમીર મૂકી તેને જમવાની થાળી સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરો. આ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સંભારો વેટ લોસ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી ફળદાયી છે તેને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes