રવા બેસન ઢોકળા (Rava Besan Dhokla Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#DRC
આથો નાખ્યા વગર 1/2કલાક માં ઇનસન્ટ બની જતા આ ઢોકળા ખુબ સરસ બને છે.

રવા બેસન ઢોકળા (Rava Besan Dhokla Recipe In Gujarati)

#DRC
આથો નાખ્યા વગર 1/2કલાક માં ઇનસન્ટ બની જતા આ ઢોકળા ખુબ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો ચણા નો લોટ
  2. 1વાટકો રવો
  3. 1વાટકો દહીં
  4. 1વાટકો પાણી
  5. 1પાઉચ ઇનો
  6. 2 નંગમરચાં
  7. 1ટૂકડો આદુ
  8. 8,9કળી લસણની
  9. કોથમીર જરૂર મુજબ
  10. 1/2 નંગલીંબુ
  11. તેલ જરૂર મુજબ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  14. 1 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક વાસણ માં લોટ,રવો,દહીં અને પાણી લો.એક જ વાટકા નું બધી વસ્તુ માં માપ રાખવું.આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે બધી વસ્તુ ને મિક્સ કરો.અને બીટર વડે ખુબ હલાવો.અને તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે ગેસ પર એક વાસણ માં પાણી મૂકી જે થાળી માં ઢોકળા કરવાના છે એમાં તેલ લગાવી વરાળ પર મૂકો.અને મિશ્રણ માં ઇનો ઉમેરી ઉપર લીંબુ નીચોવી ખુબ ફીણો.અને તરત જ ખીરા ને તેમાં નાખો.

  4. 4

    ઉપર કોથમીર,લાલ મરચું પાઉડર ભભરાવી દો.ઢાંકણ ઢાંકી ને ઢોકળા ને પાકવા દો. થઈ જવા આવે એટલે ચાકુ થી ચેક કરો અને ઉતારી લો.બધા ઢોકળા આ રીતે બનાવી લો.

  5. 5

    અને ગરમ ગરમ ઉપયોગ માં લો.આ ઢોકળા ખુબ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes