દાલ ખીચડી(Daal Khichdi Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 1-1/2 કપબાસમતી રાઈસ
  2. 1/2 કપમગ દાળ
  3. 1/2 કપતુવેરની દાળ
  4. 1/4 કપચાણાંની દાળ
  5. 20કળી લસણ ઝીણું સમારેલા
  6. 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનઆદુ મરચા પેસ્ટ
  8. 2 નંગ મોટા ટામેટા
  9. 2 નંગમોટી ડુંગળી
  10. 4-6 નંગ મોટા લીલા મરચાં
  11. 2 નંગવઘાર ના મરચા
  12. 2 ટુકડાતજ
  13. 2તમાલ પત્ર
  14. 6લવિંગ
  15. 6-7કાળા મરી
  16. 2 ટેબલસ્પૂનજીરૂ
  17. 1 ટીસ્પૂનરાઈ
  18. 1 ટીસ્પૂનહીંગ
  19. 1 ટીસ્પૂનહળદર
  20. 1 ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  21. 1 ટેબલસ્પૂનલાલ મરચું
  22. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  23. 1 ટેબલસ્પૂનકિચન કિંગ મસાલો
  24. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  25. 2 ટેબલસ્પૂનતેલ
  26. 2 ટેબલસ્પૂનઘી
  27. 10પાન કઢી લીમડો
  28. મીઠું સ્વાદમુજબ
  29. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  30. 2 ટેબલસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 કલાક પલાળી રાખેલી દાળ ને ચપટી મીઠું, હળદર અને જીરૂ નાખી બાફી લ્યો ભાત પણ ઓસાવી ને રાંધી લ્યો. ડુંગળી, ટામેટા, લસણ, બધું સમારી લો. હવે એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    તેલ, ઘી ગરમ થાય એટલે રાઈ અને 1 ટેબલસ્પૂન જીરુ ઉમેરો પછી હીંગ, વઘાર ના મરચાં, તજ,લવિંગ, મરી, તમાલપત્ર ઉમેરી વઘાર કરો અને એમાં લસણની પેસ્ટ ઉમેરી સાતડી લ્યો. હવે એમાં ડૂંગળી, મોટા સમારેલા લીલા મરચાં ઉમેરી દો હવે ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી ટામેટાં ઉમેરી ટામેટા ચળી જાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે બધા મસાલા કરી દો સરસ સેકી લો પછી એમાં બાફેલી દાળ ઉમેરી મિક્સ કરી ને લસણ ધાણા અને ભાત ઉમેરી મિક્સ કરી જરૂરી પાણી ઉમેરી દો. હવે ઢાંકણ ઢાંકી બધું સરસ ઘટ થાય ત્યાં સુધી થવા દો. વચ્ચે હલાવતા રહેવું.

  4. 4

    હવે એક વઘારીયા માં ઘી ગરમ કરી જીરૂ લીમડા, હીંગ નો વઘાર કરી કાપેલું લસણ ઉમેરી લસણ લાલ થાય ત્યાં સુધી સાંતળો પછી એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું ઉમેરી તરત વઘાર દાળ માં રેડી દો હવે તરત ઢાંકણું બંધ કરી દો. પછી 5 મિનિટ પછી દાળ ખીચડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes