વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪વ્યક્તિ માટે
  1. ૧ વાટકી ચોખા
  2. ૧/૨ વાટકીતુવેરની દાળ
  3. ૧/૨ વાટકીમગની મોગર દાળ
  4. ૧ નંગ બટેકુ
  5. ૧ નગટામેટું
  6. ૧ નંગ લાલ મરચું
  7. ૧ નંગ લીલું મરચું
  8. ૧ વાટકી લીલાં વટાણા
  9. ૧ વાટકીમકાઈ
  10. વધાર કરવા માટે
  11. ૧ ચમચીતેલ
  12. ૧ ચમચીઘી
  13. ૧/૨ ચમચીજીરું
  14. ૧/૨ ચમચીશીંગ દાણા
  15. ૭-૮ કાજુ
  16. ૧/૨ ચમચીહળદર પાઉડર
  17. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  18. ૧/૨ ચમચીહિંગ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
  21. ૧ નંગતજ
  22. ૧ નંગ લવિંગ
  23. ૧ નંગ તમાલપત્ર
  24. ૧ નંગ સૂકું મરચું
  25. લીમડો
  26. જરૂર મુજબ પાણી
  27. ગાર્નિશ કરવા માટે
  28. કોથમીર
  29. સર્વ કરવા માટે
  30. કઢી, રાઈ વાળા મરચાં, દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક તપેલી માં દાળ, ચોખાને ધોઈને ૧૦ મિનીટ સુધી પલાળી રાખો, પછી કુકર માં ઘી, તેલ ઉમેરી ને ખડા મસાલા ઉમેરી ને પછી તેમાં હિંગ નાખી ને, બધા વેજીટેબલ ઉમેરી ને હળદર, મીઠું ઉમેરી ને તેમાં પાણી નાખી ને ૩ સિટી કરી લો.

  2. 2

    હવે કુકર ઠંડું કરી લો, હવે એક કડાઈમાં ઘી, તેલ ગરમ કરો પછી તેમાં ખડા મસાલા ઉમેરી ને તેમાં કાજુ, શીંગ દાણા નાખીને તેને ૨ મિનીટ સુધી સાંતળો, હવે તેમાં લીમડો, ટામેટું ઉમેરી મીઠું નાખી ને તેને બરાબર મિક્ષ કરી લો, ને ઢાંકી ને ૨ મિનીટ સુધી રહેવા દો.

  3. 3

    હવે તે બરાબર ચડી જાય એટલે તેમાં બાફેલી ખીચડી ઉમેરી ને તેમાં બધા બાકીના મસાલા કરી લો પછી તેમાં ૧/૨ વાટકી પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો,

  4. 4

    એક ડીશ માં ખીચડી ને સર્વ કરો તેને સુકા મરચા, કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો, તો તૈયાર છે વઘારેલી ખીચડી. તેને મેં સર્વ કયુઁ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes