લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ક૫ સમારેલી મેથીની ભાજી
  3. ૨ ચમચીસમારેલુંલીલુ લસણ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીઆદુ અને મરચાની પેસ્ટ
  8. ૨ ચમચીતેલ મોણ માટે
  9. તેલ ઢેબરા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીની ધોઈને નિતારી લો હવે એક તાસવા મેથીની ભાજી લીલું લસણ ઘઉંનો લોટ આદુ અને મરચાની પેસ્ટલાલ મરચું હળદર મીઠું અને તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરો

  2. 2

    પછી જરૂર મુજબ પાણી નાખીને ઢેબરાનો લોટ બાંધી લો પાંચ મિનિટ માટે લોટને રેસ્ટ આપી દો

  3. 3

    પછીતવો ગરમ કરવા મૂકો લોટમાંથી લૂઓ લઈને ઢેબરું વણી લો તો ગરમ થઈ જાય ત્યારે ઢેબરાની તેલ લગાવીને બંને બાજુથી શેકી લો આ રીતે બધા ઢેબરા તૈયાર કરો

  4. 4

    રેડી ટુ સર્વ લીલુ લસણ અને મેથીની ભાજીના ગરમા ગરમ ઢેબરા સર્વ કરી શકાય

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes