લાપસી (Lapsi Recipe In Gujarati)

શુભ અવસર પર ઘરમાં અને લગ્નમાં બનતી ગોળની લાપસી
#LSR
રાંધવાની સૂચનાઓ
- 1
કોઇ 1 વાટકી અથવા કપનુ માપ રાખવુ. જે વાટકી ભરીને ઘઉં નો કરકરો લોટ લઇયે એજ વાટકી ૧/૨ ભરીને સમારેલો ગોળ લેવો અને પોણી વાટકી પાણી લેવુ.લોટને મોટા વાડકામાં કાઢીને તેમાં ૨ ચમચી તેલનુ મોણ નાંખવુ. મીક્સ કરવુ. મુઠી વળે એવુ મોણ નાંખવુ. જાડા તળીયાવાળા અથવા નોનસ્ટીક પેનમાં પાણી ઉકાળવા મુકો. તેમાં ગોળ નાંખો.ઉકળવા દો.
- 2
૨,૩ મીનીટ ઉકળે પછી તેને ગાળી લો. આમ કરવાથી ગોળમાં રહેલુ કચરુ નીકળી જશે. ફરીથી આ ગોળનુ પાણી ઉકાળવા મુકો.તેમાં એક ચમચો ઘી નાંખો. ઉકળવા માંડે એટલે તેમાં થોડો થોડો કરીને લોટ ઉમેરી દો. હલાવવાનુ નથી. વેલણથી ૪,૫ કાણા પાડી દો. પછી ઢાંકી દો.
- 3
૫,૭ મીનીટ આમજ રહેવા દો.તે દરમિયાન બીજા ગેસ ઉપર લોખંડની લોઢી ગરમ કરવા મુકી દો.હવે પેન ખોલીને લાપસી વેલણથીજ બરાબર હલાવી લો.હવે તે પેન ગરમ કરેલી લોઢી ઉપર મુકીને ગેસ ની ફ્લેમ એકદમ ધીમી કરી દો.ઢાંકેલુ જ રાખવુ. ૮,૧૦ મીનીટ આમ જ રહેવા દો.આમ કરવાથી લાપસી ચોટસે નહી અને છુટ્ટી થશે.
- 4
ખોલીને ફરીથી હલાવી લો. ઘી નાંખીને બરોબર હલાવીને સર્વ કરો.ઉપરથી જેને ઘી જોઇતુ હોય એ લઇ શકે છે. ગળપણ ઓછુ લાગે તો ઉપરથી દળેલી ખાંડ લઇ શકાય, પણ આ માપ મુજબ ગળપણ પરફેક્ટ જ લાગે છે. તો તૈયાર છે સ્વાદિષ્ટ લાપસી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી કુકરમાં (Lapsi In Cooker Recipe In Gujarati)
#ATW1#TheChefStory#sweetrecipesગુજરાત માં લાપસી એ પારંપરિક વાનગી છે. વહુ લગ્ન કરીને આવે એટલે રસોડામાં જઈ પહેલી લાપસી જ બનાવે. વિવિધ તહેવારો, બેસતું વર્ષ કે કોઈ પ્રસંગ હોય ત્યારે લાપસી જરૂર બને. મારા ઘરમાં દર બેસતા મહિને લાપસી બનાવી માતાજી ને પ્રસાદ માં ધરવા નો રિવાજ છે તેથી જ આજે મેં સ્વીટ માં લાપસી બનાવી છે. Bigginers ને પણ આવડે તે રીતે કુકરમાં લાપસી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
લાપસી
#goldenappron2#week 1મેં લાપસી કૂકર માં બનાવી છે. આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગે લાપસી તો સૌ પહેલા બને. Poonam Kansara -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10.આજે અષાઢી બીજ એટલે લાપસી નાં આંધણ મુકવા જ પડે.. આષાઢી બીજની ઉજવણી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.. બીજા સારા કામ કરવા હોય તો પણ આ દિવસે મુહૂર્ત જોયાં વગર પણ થાય.. સારાં પ્રસંગે શુકન માં ગુજરાતી ઘરોમાં લાપસી બને જ..અરે ઘરે નવી વહુ આવે તો રસોઈ માં પ્રવેશ કરે કે..શુકન ની લાપસી બનાવે.. ઘઉં ને કરકરા દળી દળીને લાપસી નો લોટ તૈયાર કરવામાં આવે છે.. Sunita Vaghela -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
લાપસી(lapsi recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ29 સારો પ્રસંગ આવે એટલે પેલા લાપસી કરવા ની યાદ આવે તો ચાલો મારી રેસિપી વાચો અને લાપસી બનાવો કેમકે આ રેસિપી મા ઘણી બધી ટિપ્સ છે જેથી લાપસી આપડી સારી જ બનશે... Badal Patel -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
લાપસી(lapsi recipe in Gujarati)
લાપસી એ શુકન છે....જ્યારે પણ કાંઈ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવાઈ છે...અને નવરાત્રિ માં માતાજી ને નૈવેધ માં પણ લાપસી બનાવાઈ છે....#trend#navratri Pushpa Parmar -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#FB#weekendreceipe#cookpadindia#cookpadgujarati લાપસી એ કોઈપણ પ્રસંગ માં અવશ્ય બનતી સ્વીટ છે. ઘર માં કોઈ પ્રસંગ હોય કે તહેવાર હોય સૌ પ્રથમ લાપસી નું જ આંધણ મુકાય . ફાડા લાપસી એ ઘઉં ના ફાડા માંથી બનાવાય.આ લાપસી કૂકર માં ખુબજ ઝડપ થી બનતી વાનગી છે. તમે આ લાપસી માં dryfruits પણ એડ કરી શકો છો. આ રેસીપી મારી ફ્રેન્ડ સોનલ ગૌરવ સુથારકે જેને સ્વીટ બહુ બહુ જ પસંદ છે તેને માટે friendship day special છે.@soni_1 सोनल जयेश सुथार -
-
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
ખુબ જ પોષ્ટિક લાપસી મીઠાઈ તરીકે બનાવી શકાય છે. #GA4 #week15 Kirtida Shukla -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#cookpadindia#ChooseToCook - my grandmother favorite recipeઅમારા ઘરે નવરાત્રીમાં માતાજીના નૈવેધમાં ફાડા લાપસી બનાવવામાં આવે છે Amita Soni -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
લાપસી (Lapasi recipe in Gujarati)
જનરલી, લાપસી આપણે સારા કાર્યો કે તહેવાર ઉપર ભગવાન ને નૈવેધ ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ..દિવાળી ના દિવસે જે લોકો ચોપડા પૂજન કરતા હોય એ લોકો ખાસ શુકન માટે મગ અને લાપસી તો બનાવે જ....તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો..... Sonal Karia -
લાપસી/કંસાર
#કૂકર#indiaલાપસી/ કંસાર નામ સાંભળતા જ કોઈ શુભ પ્રસંગ ની યાદ આવે છે. સારા પ્રસંગે લાપસી ના આંધણ ચડી જ જાય છે. "લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે" ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને આ લગ્નગીત નહીં સાંભળ્યું હોઈ. આવી આ મીઠી મધુરી લાપસી ને કૂકર માં બનાવી છે, આંધણ મુક્યા વિના...🙂 Deepa Rupani -
લાપસી
#ઇબુક૧#૭લાપસી એ એક ટ્રેડિશનલ વાનગી છે. કોઈ પણ સારા પ્રસંગમાં લાપસી બનાવવામાં આવે છે. લાપસી સારી ટેસ્ટી જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી ગણવામાં આવે છે .એક હેલ્ધી ફૂડ કહેવામાં આવે છે .બાળકો માટે તે ખૂબ જ સારી છે. Chhaya Panchal -
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#કૂકબુક # દીવાલી સ્પેશ્યલ દીવાળી આપે એટલે માલક્ષમીને ગોળની લાપસી...... Chetna Chudasama -
-
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ