મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)

મકાઈની રોટલી સફેદ કે પીળી મકાઈનો લોટ નો ઉપયોગ કરીને બનાવી શકાય. આ લોટ થોડો કરકરો હોય છે. ગરમ પાણીથી લોટ બાંધીને બનાવવામાં આવતી રોટલી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે. મકાઈની રોટલી ખાસ કરીને શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. આ રોટલી પંજાબી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)
મકાઈની રોટલી સફેદ કે પીળી મકાઈનો લોટ નો ઉપયોગ કરીને બનાવી શકાય. આ લોટ થોડો કરકરો હોય છે. ગરમ પાણીથી લોટ બાંધીને બનાવવામાં આવતી રોટલી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે. મકાઈની રોટલી ખાસ કરીને શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. આ રોટલી પંજાબી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈનો લોટ, મીઠું અને અજમાને એક વાસણમાં ભેગા કરી લેવા. હવે એકદમ ગરમ પાણી લઈ ધીરે ધીરે ઉમેરવું અને ચમચીની મદદથી હલાવતા જવું. બે ત્રણ મિનિટ માટે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું.
- 2
હવે બરાબર મસળીને લોટ બાંધી લેવો અને લોટને એક સરખા આઠ ભાગમાં વહેંચી લેવો. હવે એક ભાગને મકાઈના લોટમાં રગદોળીને બટર પેપર, પ્લાસ્ટિક કે કોટન ના કપડા પર મૂકીને રોટલી બનાવી લેવી.
- 3
તવીને મીડીયમ તાપ પર ગરમ કરી એના ઉપર તૈયાર કરેલી રોટલી મૂકવી. રોટલી ને તવી પર મુકવા માટે બટર પેપર ને ઉચકી એને ઊંધું કરીને રોટલી ધ્યાનપૂર્વક તવા પર મૂકવી. હવે રોટલી ને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીને પલટાવી લેવી. હવે બીજી તરફથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી ફરીથી પલટાવીને બંને બાજુથી બરાબર શેકી લેવી.
- 4
આ રીતે બધી રોટલી તૈયાર કરીને ઉપર ઘી લગાડવું.
- 5
ગરમા ગરમ મકાઈની રોટલી ને કોઈપણ પ્રકારના શાક કે દાળ સાથે પીરસી શકાય પરંતુ મકાઈની રોટલી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ ના રોટલા (Makai Rotala recipe in Gujarati)
#FFC6#week6#Makai_na_Rotala#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાનમાં મકાઈના રોટલા નું ચલણ વધુ છે ત્યાં મકાઈનો પાક માં સારા પ્રમાણમાં થાય છે મકાઈના રોટલા કામ કરતા પચવામાં વધુ સરળ હોય છે. આ રોટલા ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે. Shweta Shah -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#WEEK9#COOKPADમકાઈના વડા ગુજરાતી લોકોનો ફેવરિટ છે.આ વડા માત્ર મકાઈ નો લોટ કે સાથે બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકાય છે. પણ મે અહીં લીલી મકાઈ ,મકાઈનો લોટ, ચણાનો લોટ,ઘઉંનો લોટ અને ચોખા નો લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી થયા છે. Ankita Tank Parmar -
-
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
મકાઈ ના લોટ ની રોટી (Makai Flour Roti Recipe In Gujarati)
#NRCપંજાબ માં ખાસ કરીને શિયાળામાં મકાઈ ના લોટ ની રોટી અને સરસોં નું શાક માખણ સાથે ખવાય.પીળી મકાઈ નાં લોટ નાં ખૂબ જ સ્વાસ્થ્ય નાં ફાયદા છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને વજન ઘટાડવા માં પણ મદદ કરે છે. Dr. Pushpa Dixit -
પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆ રોટલી ખાવામા પોચી લાગે છે.lina vasant
-
-
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા. Harsha Gohil -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kala Ramoliya -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC આ રેસિપી મે મારા સાસુ પાસે થી શીખેલી છે.આ રોટલી હેલ્ધી છે અને શિયાળા માં ગરમ ગરમ ખાવાની પણ મજા આવે તેવી છે કોઈ પણ શાક જોડે તેને લઈ શકાય છે. Nidhi Popat -
જુવાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
જુવારની રોટલી બનાવવી થોડી મુશ્કેલ હોય છે સાધારણ રીતે બધા સહેજ જાડી રોટલા જેવી જુવારની રોટલી બનાવે છે. આજે મેં ખીચું બનાવીને આ રોટલી બનાવી છે જે ઘઉંના લોટ જેટલી જ પતલી થશે. આસાનીથી વણી પણ શકાશે. Hetal Chirag Buch -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
-
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
-
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
-
મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ (Makai No Rotalo Ane Gujarati Dal)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ_૩૯મારી મમ્મી આ વાનગી બહુ જ બનાવે અમારા માટે. દાળ તો બને જ રોજ એટલે રોટલી ન ખાવી હોય ત્યારે મકાઈના રોટલા જ બને. અને એ ખાવાની તો મજા પડી જાયગુજરાતી થઈને ગુજરાતી વાનગી મુકવાનો આનંદ જ કંઈક અલગ હોય છે...મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ પંચમહાલ બાજુ વધારે બનતી વાનગી છે.ખાટી મીઠી ગુજરાતી દાળ અને મકાઈનો રોટલો ચોળીને ખાવાનો હોય છે . જે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પચવામાં પણ સહેલો અને બાળકો માટે તો ઉત્તમ. Khyati's Kitchen -
ઘઉં ચોખા ની ચકરી (Ghaunv chokha ni chakri recipe in Gujarati)
ઘઉં ચોખાની ચકરી બનાવવા માટે બંને લોટને ભેગા કરીને થોડા મસાલા નાખીને લોટ બાંધીને ચકરી બનાવવામાં આવે છે. આ લોટને સ્ટીમ કરવાની કે બાફવાની જરૂર પડતી નથી. ઝડપથી બની જતી આ રેસિપીથી ખુબ જ સરસ ચકરી બને છે અને ચા કે કૉફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને પણ આ પ્રકાર ની ચકરી ખૂબ જ પસંદ પડે છે. મારા બાળકો બહારની ચકરી ખાતા જ નથી, એમને આજ ચકરી ખૂબ જ ભાવે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
પડ વાળી રોટલી (Pad Vali Rotli Recipe In Gujarati)
ગુજરાત મા લગ્નપ્રસંગ હોય ત્યારે ઉંધીયું અને પડ વાળી રોટલી બનાવાય છે એકદમ પોચી અને મુલાયમ બને છે. Valu Pani -
More Recipes
ટિપ્પણીઓ (4)