પનીર ચીલી ગ્રેવી (Paneer Chili Gravy Recipe In Gujarati)

Prachi desai
Prachi desai @prachidesaI444
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામપનીર
  2. 3 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  3. 1/2 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 3 ટેબલસ્પૂનતેલ
  6. ગ્રેવી માટે -
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 2 ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  9. 2 ટીસ્પૂનઝીણું સમારેલું આદુ
  10. 1 ટીસ્પૂનઝીણું સમારેલું લીલું મરચું
  11. 2 નંગકેપ્સિકમ ચોરસ કાપેલા
  12. 2 નંગકાંદા ચોરસ કાપેલા
  13. 1/2 ટીસ્પૂનએમ.એસ.જી પાઉડર (optional)
  14. 1/2 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  15. 2 ટીસ્પૂનચીલી સોસ
  16. 2 ટેબલસ્પૂનટોમેટો સોસ
  17. 2 ટેબલસ્પૂનસોયા સોસ
  18. 1 ટીસ્પૂનવિનેગર
  19. 1 ટીસ્પૂનખાંડ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  22. 4 ટેબલસ્પૂનલીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાંદા અને કેપ્સીકમ ને ધોઈ ને ચોરસ કાપી લેવા. પનીરને પસંદગી મુજબ ચોરસ કે લંબચોરસ ટુકડા માં કાપી લેવું.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને પનીરના ટુકડાને બરાબર ગોઠવીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના શેલો ફ્રાય કરી લેવા. એકસાથે પેનમાં ઘણા બધા ટુકડા ઉમેરવા નહીં. થોડા થોડા કરીને શેલો ફ્રાય કરવા.

  3. 3

    એ જ પેનમાં 2 ટેબલ ચમચી તેલ ઉમેરીને તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ અને મરચા ઉમેરવા. લસણ લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું. હવે એમાં કાંદા અને કેપ્સિકમ ઉમેરીને 2 મિનીટ સુધી હાઈ હિટ પર પકાવવું. હવે તેમાં એમએસજી, મરીનો પાઉડર, ચીલી સોસ, ટોમેટો સોસ, સોયા સોસ, વિનેગર, ખાંડ અને મીઠું ઉમેરી બધું બરાબર હલાવી લેવું.

  4. 4

    1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ને બે કપ પાણીમાં ઉમેરી તેની પેસ્ટ બનાવીને કાંદા અને કેપ્સિકમ માં ઉમેરવી. હવે હાઈ હિટ પર જ્યાં સુધી ગ્રેવી જાડી ના થાય ત્યાં સુધી પકાવવું.

  5. 5

    હવે તેમાં તળેલા પનીરના ટુકડા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. બે મિનિટ સુધી ગરમ થવા દહીં એમાં લીલા કાંદા ઉમેરી ગેસ બંધ કરી દેવો.

  6. 6

    ગરમા ગરમ પનીર ચીલી ને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi desai
Prachi desai @prachidesaI444
પર

ટિપ્પણીઓ

Similar Recipes