મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેથી ની ભાજી
  2. 2ચમચા તેલ
  3. 1 ચમચીજીરૂ
  4. 2લવિંગ
  5. 2ઈલાયચી
  6. ટુકડોતજ નો
  7. 1તમાલપત્ર
  8. 2 નંગમોટી ડુંગળી
  9. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. 2 નંગટામેટા ની પ્યુરી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/4 ચમચીહળદર
  14. 2 ચમચીધાણાજીરૂ
  15. 2 નંગલીલા મરચા
  16. 1બાઉલ વટાણા
  17. 1/2 ચમચીગરમ મસાલો
  18. 1ચમચો મલાઈ / ફ્રેશ ક્રીમ
  19. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ના પાન ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને કોરી કરી સમારવી.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી જીરૂ નાખી જીરૂ તતડે પછી બધા ખડા મસાલા નાખી મિક્સ કરી ડુંગળી નાખી સાંતળી આદુ લસણ ની પેસ્ટ સાંતળવી.પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી સાંતળવું.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ઊભા સમારેલા લીલા મરચાનાખી સાંતળી ને વટાણા નાખી ઢાંકી ને 5મિનિટ ચડવા દેવું.

  4. 4

    વટાણા ચઢી જાય પછી તેમાં મેથી નાખી મિક્સ કરી ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને શાક ને સીઝવા દેવું.પછી તેમાં મલાઈ નાખી મિક્સ કરી ઢાંકી ને 2 મિનિટ થવા દેવું.

  5. 5

    તૈયાર છે મેથી મટર મલાઈ. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (18)

Similar Recipes