મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી.

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
  1. ૧ કપ- મેથી ની ભાજી
  2. ૧/૪ કપ- લીલાં વટાણા ૧-કાદો
  3. ૨- લીલાં મરચાં
  4. ૧ ચમચી-આદુ લસણ ની પેસ્ટ
  5. ૩/૪ -કાજુ
  6. ૧ ચમચી-મગજતરી ના બીજ
  7. ૧ ચમચી-ખસખસ
  8. ૨-નાની ઇલાયચી
  9. ૧ ટુકડોતજ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ચમચી-ધાણાજીરૂ
  12. ૧/૨ ચમચી-ગરમ મસાલો
  13. ૧/૪કપ-તાજી મલાઈ
  14. ૧/૪ ચમચી-ખાંડ
  15. ૩/૪ ચમચી-તેલ
  16. ૧/૨ ચમચી-જીરૂ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    મેથી સાફ કરી ધોઈ બારીક સમારી લેવી.વટાણા ને ચપટી મીઠું અને ખાંડ નાખી બાફી લેવા.કાંદા ને સમારી લેવો.કાજ,મગજતરી,ખસખસ‌ને ગરમ પાણી માં ૧ કલાક સુધી પલાળી રાખો.૧ ચમચી તેલ ગરમ‌ કરી તજ ઇલાયચી ઉમેરો.

  2. 2

    એમાં કાંદો ઉમેરી સાંતળો. કાંદો સંતળાઈ જાય પછી પલાળેલા કાજુ, મગજતરી, ખસખસ‌ ને આદુ લસણની પેસ્ટ ઉમેરીને હલાવો.મરચા સમારી ઉમેરો.થોડીવાર સુધી પાણી ઉમેરીને ઢાંકી ને થવા દો.૫/૭ મિનિટ પછી ગેસ બંધ કરવો.

  3. 3

    આ મીશ્રણ ઠંડુ થાય પછી તજ ઇલાયચી બહાર કાઢી મીક્ષરમાં માં પીસી લો.કડાઇ માં ૧ ચમચી તેલ ગરમ‌ કરી સમારેલી મેથી ને મીઠું નાખી ચડાવી સાઈડ પર રાખો.એજ કડાઈમાં તેલ ઉમેરી જીરૂ ને ધાણાજીરું નો વઘાર કરો.

  4. 4

    જીરું તતડે એટલે વાટેલી પેસ્ટ એડ કરી સાંતળો.તેલ છુટે ત્યાં સુધી શેકો.જરૂર લાગે તો પાણી ઉમેરો.મેથી વટાણા ઉમેરી થવા દો.

  5. 5

    ગરમ‌મસાલો, મીઠું ઉમેરો.૩/૪ મિનિટ બરાબર ખદખદવા દો.જરુર પડે તો વચ્ચે વચ્ચે ગરમ‌પાણી ઉમેરવુ.છેલલે મલાઈ એડ કરી હલાવી ગેસ બંધ કરવો.

  6. 6

    ગરમાગરમ શાક ને મેં ઘંઉ ની તંદૂરી રોટી સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes