અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
સાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે.

અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
સાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો
  1. સાદી ખીચડી માટે
  2. ૧/૨ કપખીચડીયા ચોખા
  3. ૧/૨ કપતુવેર દાળ
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧/૪ ચમચીહળદર
  7. અવધિ ખીચડી બનાવવા માટે
  8. ૨ ચમચીઘી
  9. 1તમાલપત્ર
  10. ૧ ટુકડોતજનો
  11. ઈલાયચી
  12. ૨ નંગ લવિંગ
  13. ૧ ચમચીજીરૂ
  14. ૧/૨ કપડુંગળી સમારેલી
  15. ૧/૨ કપફ્લાવર
  16. ૧/૪ કપગાજર
  17. ૧/૪ કપકેપ્સીકમ
  18. ૧/૪ કપલીલા વટાણા
  19. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  20. સ્વાદ અનુસારમીઠું
  21. ૧ ટી.સ્પૂનમરચું પાઉડર
  22. ૧/૨ ટી.સ્પુનહળદર
  23. ૧ ટી.સ્પૂનધાણાજીરું પાઉડર
  24. ૧/૨ ટી. સ્પુનગરમ મસાલો
  25. ૨ ચમચીમલાઈ
  26. ૧/૨ કપદૂધ
  27. ૧૦ નંગ કાજુ
  28. ૨ ચમચીફ્લાવર
  29. થોડી કોથમીર
  30. બનાવેલી સાદી ખીચડી
  31. ગાર્નીશ માટે
  32. ડુંગળી ની સ્લાઈડ્સ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને સારી રીતે ધોઈ કુકરમાં નાખી જરૂર મુજબ પાણી મીઠું અને હળદર નાખી બે સીટી બગાડી સાદી ખીચડી બનાવી લેવી અને બધા જ બધી જ સામગ્રી તૈયાર કરીને રાખવી. કાજુ અને ફ્લાવર ક્રશ કરી લેવા.

  2. 2

    હવે એક પેનમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરું અને ખડા મસાલા નાખવા ત્યારબાદ ડુંગળી, ફ્લાવર, ગાજર, વટાણા, કેપ્સીકમ, જરૂર મુજબ મીઠું નાખી પકાવવું. થોડુ ચડી જાય એટલે આદુ-લસણ-મરચાની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું પાઉડર,ગરમ મસાલો નાખી મસાલો શેકવો. ત્યારબાદ મલાઈ, દૂધ નાખી કાજુ ફ્લાવર ક્રશ કરેલ પેસ્ટ નાખવી બધું બરાબર મિક્સ કરી થોડી વાર કુક કરવું.

  3. 3

    હવે તેમાં સાદી ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. ઉપરથી કોથમીર નાખવી અને ગેસ બંધ કરી દેવો. સર્વિંગ પ્લેટમાં કાઢી ડુંગળીની સ્લાઈસ થી ગાર્નિશ કરી ગરમ ગરમ ટેસ્ટી અવધિ ખીચડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes