બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ સર્વિંગ
  1. ૧ કપબેસન
  2. ૧ કપસોજી
  3. ૧ કપદહીં
  4. ૧ ચમચીખાંડ
  5. ઈનો પેકેટ
  6. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૧ નાની ચમચીઆદુની પેસ્ટ
  8. ૧ ચમચીતેલ
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૧/૨ ચમચીમીઠું
  11. ૧/૪ ચમચીહળદર
  12. ૧/૪ ચમચીલાલ મરચું ભભરાવવા માટે
  13. વઘાર માટે
  14. ૨ ચમચીતેલ
  15. ૧ નાની ચમચીરાઈ
  16. ૧ ચમચીતલ
  17. ૨ નંગલીલા મરચા લાંબા સમારેલા
  18. ૫-૬ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસન અને સોજી લઈ તેમાં દહીં એડ કરો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરીને 15 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    કડાઈ અથવા તો ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકી દો થાળીને તેલ થી ગ્રીસ કરી લો

  3. 3

    હવે બેટરમાં આદુ અને મરચાની પેસ્ટ હિંગ હળદર મીઠું ખાંડ તેલ નાખીને બરાબર મિક્સ કરો. પછી નાખી તેના ઉપર થોડું પાણી નાખીને તેને એક્ટિવેટ કરીને એક બાજુએ હલાવો

  4. 4

    પછી આ બેટરને તેલ થી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લો તેની ઉપર થોડું લાલ મરચું ભભરાવો અને 15 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરો

  5. 5

    વઘાર માટે તેલ ગરમ કરી રાઈ નાખો પછી તેમાં મીઠા લીમડાના પાન શીલા મરચા અને તલ નાખીને ગેસ બંધ કરી લો અને આ વઘારને ખમણની ઉપર રેડી લો પછી કાપા કરી દો

  6. 6

    તૈયાર છે બેસન અને સોજીના ઢોકળા આ ઢોકળા ને સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes