ખસ્તા કચોરી

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. પેકેટ મગની દાળ
  2. ૪ ચમચીવરીયાળી
  3. ૧ ચમચીધાણા
  4. ૩ ચમચીઆમચૂર પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૨ ચમચીલાલ મરચું
  7. તળવા માટે તેલ
  8. ૨ વાટકીમેંદો
  9. અડધી ચમચી જીરું
  10. અડધી ચમચી અજમો
  11. મોણ માટે ૪ ચમચી ઘી
  12. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક મોટા બાઉલમાં મેંદો, મીઠું, હાથેથી મસળેલો અજમો, જીરુ અને થોડું પાણી નાખી લોટને બાંધતા જાવ. તેને થોડીવાર ઢાંકીને રાખો.

  2. 2

    ત્યારબાદ રેડી મગની દાળનું પેકેટ લો. તેને મિક્સરમાં તોડીને નાખો. ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. વરિયાળી ધાણા નાખી થોડું અધકચરું ક્રશ કરો. ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેમાં મરચું ગરમ મસાલો અને આમચૂર નાખી મિશ્રણ હલાવો.

  3. 3

    ત્યારબાદ લોટમાંથી એક લુવો લઇ વચ્ચે તેમાં એક ચમચી મિશ્રણ ભરો. ત્યારબાદ તેને બંધ કરી દબાવતા જાવ.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. કચોરી નાખી ગોલ્ડન બ્રાઉન તળો. એ જ રીતે બધી કચોરી તળો.

  5. 5

    તો રેડી છે બધાને મનપસંદ એવી ખસતા કચોરી. જેમાં વચ્ચે ખાડો પાડી ખજૂર આમલીની ચટણી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes