ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai
શેર કરો

ઘટકો

૫ લોકો
  1. ૧ કપમેંદો
  2. ૧/૪ કપઘી
  3. ૧/૨ કપમીઠું
  4. ૧ ચમચીઅજમો
  5. ૧ કપપાણી
  6. કચોરી ના પૂરણ માટે
  7. ૧ કપમગ ની દાળ
  8. ૧ ચમચીસુકા ધાણા
  9. ૨ ચમચીજીરૂ
  10. ૧ ચમચીવરિયાળી
  11. ૧ ચમચીઆખા મરી
  12. ૪-૫ સુખા લાલ મરચાં
  13. ૧/૨ કપચણા નો લોટ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૨ ચમચીલાલ મરચું
  16. ૨ ચમચીધાણજીરૂ
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. ૧ ચમચીચાટ મસાલો
  19. ૧ ચમચીઆમચૂર પાઉડર
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૪ ચમચીતેલ
  22. ૧ ચમચીઆદુ વાટેલું
  23. ૧ ચમચીકસૂરી મેથી
  24. તેલ તળવા માટે
  25. ૧/૨ ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કચોરી બનાવા માટે સૌથી પહેલા આપડે પીળી મગ ની દાળ ને બરાબર ૨-૩ વાર પાણી થી ધોઈ ને ૨-૩ કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું.

  2. 2

    અને ત્યારબાદ આપડે લોટ પણ ત્યાર કરી દઈશું. લોટ માટે તમે મેંદો કે ઘઉં નો લોટ કોઈ પણ વાપરી શકો છો. અથવા તો બંને અઘડો અધડો લઈ શકો છો. મેં અહી મેંદા નો લોટ લીધો છે. એક થાળી માં મેંદા નો લોટ લઈ લો અને તેમાં મીઠું અને અજમો ઉમેરીશું. અજમાં ને આપડે ૨ હાથ ની હથેળી થી મસળી ને નાંખીશું.

  3. 3

    બરાબર મિક્સ કરીને હવે તેમાં આપડે ઘી નું મોહવર નાખીશું. તમે અહી તેલ પણ લઈ શકો છો પણ ઘી થી કચોરી એકદમ ખસ્તા બને છે. ઘી એટલું લેવું કે તમે જ્યારે મુઠ્ઠી માં લોટ લો ત્યારે એ ઘટ થઈ જાય.

  4. 4

    હવે આપડે ધીમે ધીમે તેમાં પાણી ઉમેરીશું. અને એકદમ ઢીલો લોટ બાંધીલો. તેલ નો હાથ લગાવી ને લોટ ને 1/2 કલાક માટે ઢાંકીને મૂકી દો.

  5. 5

    ૨ કલાક પછી દાળ માંથી બધું પાણી નિતારી ને થોડી કોરી પડવા દો. દાળ માંથી પાણી નીતરી જાય એટલે અને એને એક મિકસર જાર માં પાણી વગર અડકચરી પીસી લો. મીકસર ને ૫-૬ સેકન્ડ માટે ફેરવો. આમ ૩-૪ વાર કરવાથી દાળ પિસાઈ જસે.

  6. 6

    હવે નાના મિક્સર જારમાં બધા આખા મસાલા જેમ કે સુકા ધાણા, વરિયાળી, જીરૂ, મરી ને સુકા મરચા લો.

  7. 7

    અને મીક્ષ્ચર માં તેનો એક પાઉડર બનાવી લો. આ તાજા મસાલો ઉમેરવા થી કચોરી એક સરસ સમેલ આવે છે અને કચોરી નો સ્વાદ પણ વધી જાય છે.

  8. 8

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં પિસેલો મસાલા નો પાઉડર શેકી લો.

  9. 9

    ૧ મિનિટ પછી તેમાં ચણા નો લોટ ઉમેરો. ચણા નો લોટ સરસ શેકાઈ જાય એટલે તેમાં વાટેલું આદું ઉમેરિશું. અને બરાબર મિક્સ કરી લો.

  10. 10

    થોડી વાર પછી સરસ લોટ માંથી સુગંધ આવે એટલે તેમાં પીસેલી દાળ ઉમેરી ને થોડી વાર શેકવા દઈશું. દાળ માંથી થોડું પાણી સુકાઈ જાય એટલે તેમાં મસાલા નાખીશું.

  11. 11

    જેમકે લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ચાટ મસાલો, સંચળ.

  12. 12

    આ બધા મસાલા ને બરાબર હલાવી ને ત્યાર બાદ તેમાં કસૂરી મેથી નાખી ને હલlવિશું. જ્યાં સુધી મગ ની દાળ એકદમ કોરી ના થઈ ત્યા સુધી હલવિશું. અને તેને ૧૦ મિનિટ માટે ઠંડુ પડવા દઈશું.

  13. 13

    મીકચર ઠંડુ પડી જાય એટલે એના નાના નાના ગોળ બોલ જેવું બનાઇ લઈશું.

  14. 14

    ફરી થી લોટ ને એક વાર મસળી ને તેના બોલ બનાવી લઈશું.

  15. 15

    એક લુવો લઈ ને તેને હથેલી વચ્ચે દબાઈ ને પેડાં જેવું બનાઇ ને આંગળી ની મદદ થી દબાવી ને પૂરી જેવું બનાવીશું.

  16. 16

    વચ્ચે થી થોડું જાડું ને આજુ બાજુ થી થોડું પાતળી એવી પૂરી વચ્ચે તેમાં એક મિક્ચર નો લુવો મૂકી ને બંધ કરી દઈશું.

  17. 17

    હવે એને હથેળી ની વચ્ચે ધીમે ધીમે દબાવતા જઈશું અને ફરી પૂરી જેવો આકાર આપીશું.

  18. 18

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેને એક દમ ધીમા તાપે કરી દો. અને ત્યાર બાદ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો.

  19. 19

    ગેસ ને થોડું મધ્યમ તાપે કરી ને બંને બાજુ થી સરખી રીતે તળવા દો. કચોરી ને ધીમા તાપે તળશો તો જ કચોરી એક દમ ખસ્તા બનશે.

  20. 20

    કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે અને તેલ માંથી બહાર કાઢી લો.

  21. 21

    કચોરી થઈ જાય એટલે અને એને ગરમા ગરમ મીઠી અને તીખી ચટણી સાથે પીરસો. તમે અહી જોઈ શકો છો કે કચોરી એકદમ સરસ ખસ્તા અને અંદર થી પણ સરસ પડ થયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes