દહીં વડા

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. વાટકો અડદ ની દાળ
  2. ૧/૨મગની પીળી દાળ
  3. ૫૦૦ ગ્રામ દહીં
  4. ૮-૧૦ ચમચી ખાંડ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧ વાટકીદાડમ
  7. ૧ ચમચીવાટેલું જીરુ
  8. ૧ ચમચીમસાલો
  9. લાલ મરચું સ્પ્રિંકલ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બંને દાળને સાતથી આઠ કલાક સુધી પલાળી રાખવી. પછી દાળમાં આદુ મરચાં ઉમેરી અને મિક્સરમાં ક્રશ કરીને દહીવડાનું બેટર તૈયાર કરવું. પછી આ બેટરને એક જ ડાયરેક્શનમાં દસેક મિનિટ સુધી હલાવવું જેથી તેમાં જેથી વડા સોફ્ટ બનશે. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને વાટેલું જીરું નાખીને મિક્સ કરી લેવું.

  2. 2

    દહીં વડા નો મસાલો બનાવવા માટે 1 ચમચીસંચળ, 1 ચમચીધાણાજીરું, 1 ચમચીચાટ મસાલો અને જીરું ને શેકીને પાઉડર બનાવી એ બધું મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો. ત્યારબાદ વડા બનાવી અને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  3. 3

    પછી વડા ને થોડું ગરમ પાણી કરી તેમાં નાખી દેવા અને પછી દબાવી અને પાણી નીતારી કાઢી લેવા જેથી વડા સરસ સોફ્ટ થઈ જશે.

  4. 4

    ત્યારબાદ તેને દહીંમાં નાખી દહીવડાનો મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દાડમ અને લાલ મરચું સ્પ્રિંકલ કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes