ચટણી પૂરી

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFC
ચટપટી ,તીખી, ગળી ચટણી વાળી આ પૂરી ખાવા મા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે

ચટણી પૂરી

#SFC
ચટપટી ,તીખી, ગળી ચટણી વાળી આ પૂરી ખાવા મા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૩૦૦ ગ્રામ બટાકા
  2. ૧ કપદેશી ચણા
  3. પેકેટ તૈયાર પકોડી
  4. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  5. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ટીસ્પૂનસંચળ પાઉડર
  9. ૧/૨ કપમોળું દહીં
  10. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  11. ચપટીમીઠું
  12. કોથમીરની ચટણી
  13. લાલ લસણની ચટણી
  14. ખજુર આંબલી ની ચટણી
  15. ૧/૨ કપઝીણી સેવ
  16. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને બાફી લો, ઠંડા પડે એટલે છોલી ને મૅશ કરી લો, દેશી ચણા ને ૭ કલાક હુંફાળા પાણીમાં મીઠું નાખીને પલાળી રાખો, કુકરમાં ચપટ ખાવાનો સોડા નાખીને ૪ વ્હીસલ વગાડી બાફી લો

  2. 2

    હવે ચણા, બટાકા ને ભેગા કરી લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, સંચળ, કોથમીર નાખી બધું બરાબર મિક્ષ કરી લો

  3. 3

    દહીં ને વલોવી તેમાં બુરું ખાંડ, ચપટી મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો, હવે પ્લેટ માં પકોડી ગોઠવો

  4. 4

    તેમાં ચણા, બટાકા નો માવો ભરો

  5. 5

    ત્યારબાદ કોથમીર ની ચટણી, લસણની ચટણી, ગળી ચટણી, રેડો

  6. 6

    ત્યારબાદ ગળ્યું દહીં, ઝીણી સેવ, થોડું લાલ મરચું, ચાટ મસાલો, કોથમીર ભભરાવો

  7. 7

    આ ચટણી પૂરી ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે

  8. 8

    દરેક ચટણી ની રેસીપી અગાઉ આપેલી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes