લાઈવ ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
  1. ૧/૩ કપખીચડી ના ચોખા
  2. ૧/૨ કપચણાની દાળ
  3. ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  4. ૧ ટીસ્પૂનઈનો ફૃરટ સૉલ્ટ
  5. ૧/૪ ટીસ્પૂનહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટીસ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનઆચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને ચણા ની દાળ ને ધીમાં તાપે શેકી લો

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં હુંફાળું પાણી રેડી ને ૬ કલાક રહેવા દો, આથો આવી જાય એટલે તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ટીસ્પૂન તેલ નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    હવે ઢોકળા બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો, તેમાં તેલ થી ગ્રીસ કરેલી થાળીમુકો

  5. 5

    હવે ખીરું માં ઈનો ફૃરટ સૉલ્ટ નાખીને બરાબર મિક્ષ કરી થાળી માં પાથરી ૨૦ મિનિટ સુધી રહેવા દો

  6. 6

    ઢોકળા તૈયાર થાય એટલે ઉપરથી તેલ, આચાર મસાલો લગાવી કાપા પાડી સર્વ કરો

  7. 7

    ગરમાગરમ લાઈવ ઢોકળા સીંગતેલ, આચાર મસાલા સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes