ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

૪૫ મીની ભાખરી
  1. ૩ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૧. ૧/૨ (દોઢ) કપ મેથીની ભાજી (ઝીણી સમારેલી)
  3. ૩/૪ કપ તેલ
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ટે. સ્પૂન લાલ મરચું
  6. ૧/૪ ટી સ્પૂનહિંગ
  7. ટે. સ્પૂન ધાણાજીરૂ પાવડર
  8. ટે. સ્પૂન જીરૂ (હાથથી મસળેલું))
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ટે. સ્પૂન તલ
  11. ૧ કપપાણી (જરૂરીયાત મુજબ લેવું)
  12. નોંધ : મારા આપેલ મસાલાના માપમાં તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો🥰

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધીમા આંચ પર ગેસ ચાલુ કરી, તાવડીમાં તેલ ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે તેમાં મેથીની ભાજી ઉમેરવી. (ભાજી ૨-૩ વાર પાણીથી ધોઈને લેવી)

  2. 2

    ફક્ત અડધી મીનીટ હલાવી ગેસ બંધ કરી, થાળીમાં કાઢી લેવું. ઠંડું થાય એટલે તેમાં હળદર, લાલ મરચું, હિંગ, ધાણાજીરૂ, જીરૂ, તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવુ.

  3. 3

    બધુ સરસ રીતે મીક્ષ કરવું. હવે તેમાં લોટ ઉમેરી બધુ ભેળવવું.

  4. 4

    હવે તેમાં થોડું થોડું પાણી લેતા જવું અને લોટ બાંધવો. (ખાસ નોંધ : લોટ ભાખરીથી સહેજ વધારે કઠણ બાંધવો.) હવે લોટને ૧૫ મીનીટ ઢાંકીને મુકી રાખવો.

  5. 5

    હવે એક મોટું લુવું લઈ મોટી ભાખરી વણવી. (ભાખરી વધુ જાડી કે વધુ પાતળી ના વણવી) હવે પાણી પીવાના પ્યાલાથી કે કોઈપણ ઢાંકણાંથી ભાખરી કટ કરવી, અને ડીશમાં ભેગી કરવી.

  6. 6

    ભાખરીને ચપ્પાથી કાપા પાડી લેવા જેથી ભાખરી ફુલે નહિ. હવે મીડીયમ આંચ પર ગેસ ચાલુ કરી, તેના પર લોઢી મુકી, અડધી ચમચી તેલ લગાવી, ભાખરી શેકવા મુકવી.

  7. 7

    થોડી શેકાય એટલે તેને બીજી બાજુ ફેરવી, અડધી ચમચી તેલ ફેરવી થોડી શેકવી. પછી લાકડાના ડટ્ટા વડે ભાખરીને દબાવતા જવું. ૨-૩ વાર ભાખરીને બંન્ને બાજુ ફેરવતા જવું અને લાકડાના ડટ્ટાથી દબાવતા જવું. ભાખરી બરાબર શેકાય (થોડી ગોલ્ડન બ્રાઉન થાય)

  8. 8

    હવે ભાખરીને ડીશમાં લઈ લેવી. આપણી એકદમ હેલ્ધી, સ્વાદિષ્ટ, ક્રિસ્પી મેથી ભાખરી તૈયાર છે.😋😋😋🥰🥰

    તમે જરૂર મારી રેસીપી મુજબ બનાવજો. અને મારી રેસીપીને કૂકસ્નેપ કરશો તો મને આનંદ થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes