મગ ની દાળ નો હલવો(Moong Dal Halwa Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપપીળી મગ ની મોગર દાળ પલાળેલી
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો
  4. 2 કપદૂધ
  5. 1/2 કપબદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની મોગર દાળ પલાળેલી મિક્સર જાર માં ક્રશ કરી લેવી.

  2. 2

    પછી ગેસ ચાલુ કરી એક કડાઈ માં ઘી ઉમેરી મગ ની ક્રશ કરેલી દાળ ઉમેરી ઘી માં ધીમા આંચ પર શેકવું.

  3. 3

    પછી દાળ ને ઘી માં ગોલ્ડન થાય ત્યાં સુધી અને ઘી છુંટુ પડે ત્યાં સુધી શેકવું.

  4. 4

    પછી એમાં 2 કપ દૂધ ઉમેરવું.અને દાળ માં દૂધ મિક્સ કરવું બરાબર.

  5. 5

    પછી દૂધ માં શેકાયેલી દાળ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ ઉમેરી લેવી અને મિક્સ કરવું

  6. 6

    પછી ખાંડ મિક્સ કરી ઘી છુંટુ પડે ત્યાં સુધી શેકવું હલવા ને.

  7. 7

    પછી એમાં બદામ અને પીસ્તા કટ કરેલા
    ઉમેરી ગેસ બંધ કરી દેવો.

  8. 8

    પછી બાઉલ માં મગ ની દાળ નો હલવો સર્વ કરવો.તૈયાર છે મગ ની દાળ નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes