ખાંડવી/ પાટુડી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણાનો લોટ
  2. ૩ કપછાશ
  3. ૧/૪ ટી સ્પૂનહળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ટે. સ્પૂન આદુ-મરચા (એકદમ ઝીણા સમારેલ)
  6. વઘાર માટે :-
  7. ૧/૪ કપતેલ
  8. ટે.સ્પૂન રાઈ
  9. ૧/૪ ટી સ્પૂનહીંગ
  10. ટે. સ્પૂન તલ
  11. ૧૦-૧૨ પાંદડા મીઠો લીમડો
  12. ગાર્નિશ કરવા :-
  13. ૨-૩ ટે. સ્પૂન કોપરાનું છીણ
  14. ટે. સ્પૂન સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં લોટ, હળદર અને મીઠું લઈ, તેમાં છાશ ઉમેરવી.

  2. 2

    હવે બોસ મશીન ફેરવી એકરસ કરી લેવું. (હાથથી પણ કરી શકો.) હવે ધીમી આંચ પર ગેસ ચાલુ કરી, તેના પર મોટી તાવડી મુકી, તેમાં તૈયાર કરેલ પ્રવાહીને ગરણીથી ગાળીને લેવું. તેમાં આદુ- મરચા ઉમેરવા.

  3. 3

    હવે સતત ૧૦ મિનીટ હલાવતા રહેવું. ૧૦ મિનીટ પછી એક નાની ડીશમાં પાછળના ભાગમાં લગાવી ચેક કરી લેવું કે ઠંડું પડ્યા પછી રોલ વળે છે? પ્રવાહી ઘટ્ટ થાય અને તાવડીમાં ચોંટે નહિ એટલે ગેસ બંધ ઢાંકી દેવું. હવે પ્લેટફોર્મને એકદમ ચોખ્ખું કરી, સહેજ તેલ લઈ ગ્રીસ કરી લો.

  4. 4

    હવે ખુબ ઝડપથી ઘટ્ટ કરેલ પ્રવાહીને લઈ, તાવેથા કે સ્ક્રેપરની મદદથી સરસ રીતે પાથરી દેવું. (લેયર પાતળું કરવા પ્રયત્ન કરવો)

    નોંધ:- તમે થાળી કે ડીશના પાછળના ભાગ પર પણ કરી શકો છો.

  5. 5

    ૧૦ સુકાવા દેવું. પછી ચપ્પાથી ઊભી પટ્ટીઓ કાપી લેવી. એક-એક પટ્ટીને કિનારીથી આંગળીઓની મદદથી વાળી રોલ કરતા જવું અને ડીશમાં મુક્તા જવું.

  6. 6

    વઘાર કરવા માટે ગેસ પર તાવડીમાં તેલ ગરમ કરવા મુકવું. તેમાં રાઈ, હિંગ, તલ અને મીઠા લીમડાના પત્તા ઉમેરી ૧ મીનીટ ગરમ થવા દેવું. પછી ગેસ બંધ કરી વઘારને ડીશ પર ગોઠવેલ ખાંડવી પર પાથરવો.

  7. 7

    ત્યારબાદ તેના પર તલ, કોપરાનું છીણ અને કોથમીર ભભરાવી ગાર્નિશીંગ કરવું.

  8. 8

    ખાવા માટે તૈયાર છે આપણી સુપર ટેસ્ટી ખાંડવી/ પાટુડી😋😋👌👌🥰🥰🥰
    તમે આ મુજબ જરૂર બનાવજો☺️☺️ અને મને બતાવજો🥰🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes