ચીઝ ગાર્લિક આલુ પરાઠા

આ પરાઠા લાલ કે લીલા મરચા વગર બનાવેલા છે.
નોંધ :- આ પરાઠા ને ઘી માં જ શેકવા.
ચીઝ ગાર્લિક આલુ પરાઠા
આ પરાઠા લાલ કે લીલા મરચા વગર બનાવેલા છે.
નોંધ :- આ પરાઠા ને ઘી માં જ શેકવા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બનાવવા ના કલાક પહેલા જ બટાકા માં મીઠું નાખી બાફી લો.
- 2
ત્યારબાદ ઘઉં ના લોટ માં જરૂર મુજબ મીઠું નાખી રોટલી થી થોડો કડક લોટ બાંધી લો. ઉપર થોડું તેલ નાખી સરસ કુણવી લઇ લોટ ને ઢાંકી મૂકી દો.
- 3
બટાકા ઠંડા થાય પછી જ મસાલો બનાવવો, ગરમ બટાકા માં મસાલો ઢીલો થઇ જશે.
- 4
હવે બધા બટાકા ને મેસ કરી તેમાં જરૂર મુજબ મીઠું, લસણ ની તીખી ચટણી, તલ, વરિયાળી, કોથમીર, તથા ચીઝ ને ખમણી બધું સરસ રીતે મિક્સ કરી લો.
- 5
હવે લોટ લઇ થોડું જાડું પરોઠું વણી વચ્ચે મસાલો ભરી ગોળો વાળી વધારાનો લોટ નો ભાગ કાઢી સરસ પરાંઠું વણી લો.
- 6
હવે બરાબર ગરમ થયેલી લોઢી પર પરાંઠું મૂકી બન્ને બાજુ ઘી વડે એકદમ કડક શેકી લો.
- 7
તોં તૈયાર છે ચીઝ ગાર્લિક આલુ પરાઠા. આ પરાઠા ને દહીં, કેચઅપ, અથવા આચાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
ચીઝ ગાર્લિક પરાઠા(Cheese garlic paratha recipe in Gujarati)
આ પરાઠા ની વિશેષતા છે .. ચીઝ સ્લાઈજ સ્ટફ કરી છે ચોરસ આકાર ના લિફાફા પરાઠા 16પરત લેયર વાલા છે, વણવાની રીત થોડી જુદી છે બાકી સેમ ચીઝ ગર્લિક પરાઠા જેવી છે Saroj Shah -
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
-
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
કસૂરી મેથી ના મલ્ટી ગ્રેન પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા એકદમ સ્વાસથ્યવર્ધક છે કારણ કે તેમાં ચાર મલ્ટી ગ્રેન લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે.તેને શેકવા ખૂબ જ ઓછા તેલ/ ઘી નો ઉપયોગ કર્યો છે. Jagruti Jhobalia -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3#વિક ૧૩#ડિનરઆજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા Minaxi Bhatt -
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
આલુ પરાઠા..🔥😍😋 (Aluu ParothaRecipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ આલૂ પરાઠા એક લોકપ્રિય પંજાબી રેસીપી છે. તેમાં બાફેલા બટાકા માં સ્પાઇસીસ એડ કરી ને પરાઠા સ્ટફ કરવાના હોય છે.. આ રેસિપી ખૂબ જ સરળ છે.. મોનસુન માં આવી ચટાકેદાર વાનગી જમવાની મજા જ કંઈક અલગ છે.. 💝 Foram Vyas -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ