ઈડલી રેસિપી

Hiral Patel Chovatia
Hiral Patel Chovatia @cook_15822214

ઈડલી એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. સવારે નાસ્તા માં ઈડલી તો હોય જ. આપણે ઘરે ઈડલી નું ખીરું બનાવી એ તો બહાર જેવું સોફ્ટ અને ફૂલેલી ઈડલી નથી બનતી. બહાર જેવી ઈડલી ઘરે બનાવા માટે થોડી ઘણી વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. અને ઈડલી બનાવા માટે તેના ચોખા વાપરવા પડે છે. તો જ ઈડલી બહાર જેવું સોફ્ટ બનશે. ઈડલી માં સોડા નાખવાનો નથી હોતો. સોડા નાખ્યા વગર જ ઈડલી સોફ્ટ થવી જોઈએ. મેં અહીંયા ઈડલી બનાવની પરફેક્ટ રીત બતાવી છે. તો આજે જ શીખી લો બહાર જેવી પરફેક્ટ, સોફ્ટ અને સ્પોન્જી ઈડલી ઘરે બનાવની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ બોઈલ ચોખા
  2. ૧/૨ કપ સાદા ચોખા
  3. ૧ કપ અડદ ની દાળ
  4. ૧ ચમચી સૂકા મેથી દાણા
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બોઈલ અને સાદા ચોખા મિક્ષ કરો અને તેને બરાબર ધોઈ ૩-૪ કલાક માટે પલાળી દો.બીજા વાસણ માં અડદ ની દાળ અને મેથી ના દાણા ને ધોઈ ને ૩-૪ કલાક માટે પલાળી દો.હવે ચોખામાંથી પાણી કાઢી લો અને મિક્ષર જાર માં એક કપ પાણી સાથે કરકરું પીસી લો.આ મિશ્રણ ને એક મોટા વાસણ માં કાઢો.આજ રીતે અડદ ની દાળમાંથી પાણી કાઢી લો અને તેને એક કપ પાણી સાથે બારીક પીસી લો.આ મિશ્રણ ને ચોખાના મિશ્રણ વાળા વાસણ માં કાઢો અને બંને બરાબર મિક્ષ કરો.

  2. 2

    મિશ્રણ માં જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો (ખીરું જાદુ જ હોવું જોઈએ)હવે આ ખીરુંવાળા વાસણ ને ઢાંકી દો અને ૮-૧૦ કલાક માટે ગરમ જગ્યા એ મૂકી દો જેથી તેમાં આથો આવી જાય. હવે ઈડલી કુકર માં પૂરતું પાણી ભરી ગેસ પર મુકો.હવે આ ઈડલી ખીરું ને બરાબર હલાવો અને ઈડલી મોલ્ડ માં ભરી લો.૧૦ મિનિટ માટે ઈડલી કુકર માં મુકો.

  3. 3

    ઈડલી થઇ જાય પછી તેને બહાર કાઢો અને ગરમ ગરમ સંભાર સાથે સર્વ કરો.ઈડલી પર ડેકોરેશન મા મરચું, મરી પાવડર છટકાવ કરીયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel Chovatia
Hiral Patel Chovatia @cook_15822214
પર

ટિપ્પણીઓ

Similar Recipes