ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે.

ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. ખીરું માટે
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 3 વાટકીચોખા
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 કપદહીં
  6. સંભાર માટે
  7. 250 ગ્રામતુવેર દાળ
  8. 100 ગ્રામસરગવાની શિંગ
  9. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  10. 1 વાટકીઝીણું સમારેલું ટામેટું
  11. 2 ચમચીઆમલીની પેસ્ટ અથવા લીંબુ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. 7-8 પાનમીઠો લીમડો,
  14. 1 ચમચીરાઈ
  15. 4 ચમચીતેલ
  16. 1 ચમચીહળદર
  17. 1/2 ચમચીહીંગ
  18. 2 નંગસુકા લાલ મરચાં
  19. 2 ચમચીસમારેલી કોથમી
  20. 2 ચમચીસંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

     પહેલાં દાળ ગરમ પાણીથી ધોઈ અને તેમાં સમારેલી સરગવાની સીંગ, મીઠું તેમજ હળદર ઉમેરી બાફી લેવી.

  2. 2

    હવે અન્ય એક પેનમાં તેલ ઉમેરી અને તેમાં રાઈ, લીમડો અને સુકા લાલ મરચાં અને હીંગનો વઘાર કરો. આ સામગ્રીને 5 મિનિટ સાંતળી તેમાં ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળો, થોડીવાર પછી તેમાં ટામેટા ઉમેરી સારી રીતે હલાવો.

  3. 3

    સાંતળેલા ડુંગળી, ટામેટામાં આમલીની પેસ્ટ, મરચું પાઉડર, હળદર અને સ્વાદાનુસાર મીઠું,સંભાર મસાલો ઉમેરી 5 મિનિટ ધીમા તાપે સાંતળો.

  4. 4

    ત્યારપછી તેમાં બાફેલી દાળ અને સરગવાની શિંગ ઉમેરો અને 10 મિનિટ ઢાંકી અને ઉકાળો. દાળ ઉમેર્યા બાદ જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે. 10 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

  5. 5

    ખીરુ પલાળવાની ટિપ્સઃ
    ઈડલી માટે ચોખા અને અડદ હંમેશા પહોળા વાસણમાં જ પલાળો. ઈડલીનુ ખીરુ બનાવવા માટે હંમેશા ઝીણા ચોખા જ વાપરો. ચોખા પલાળતા પહેલા તેને બરાબર પાણીથી ધોઈ લો. પાણીમાં ચોખા પલાળ્યા બાદ ઉપર થોડા મોથીના દાણા નાંખી દેવા.

  6. 6

    ઈડલીનું ખીરુ થોડુ કરકરુ પીસવુ. અડદ દાળને પાતળી ગ્રાઈન્ડ કરવી

  7. 7

    ખીરાને સહેજ હૂંફાળી જગ્યાએ રાખવું. આથો આવીને ખીરુ લગભગ ડબલ જેટલું ઉપર ન આવી જાય ત્યાં સુધી તેનો આથો આવવા દેવો. આથો બરાબર આવી જાય પછી ઈડલી ઉતારતા પહેલા તેમાં થોડું દહીં મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરવું.

  8. 8

    ઈડલી સ્ટેન્ડમાં ખીરુ નાંખતા પહેલા તેની સપાટી પર વ્યવસ્થિત માત્રામાં તેલ લગાવો. બીજુ કૂકરમાં પાણી બહુ વધારે ન ભરવુ. લગભગ 1-1/2 કપ જેટલા પાણીમાં જ ઈડલી તૈયાર કરવી. વધુમાં વધુ ઈડલી 12-15 મિનિટ માટે જ સ્ટીમ કરવી. આનાથી વધુ સમય ઈડલી સ્ટીમ કરશો તો પણ તે કડક થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes