ઘઉંની ઓસાવેલી સેવ

PritY Dabhi @cook_15965520
આ એક હોળી સ્પેશ્યિલ ઘઉંની સેવ છે. જે એક પારંપરિક વાનગી છે ગુજરાત ની.
ઘઉંની ઓસાવેલી સેવ
આ એક હોળી સ્પેશ્યિલ ઘઉંની સેવ છે. જે એક પારંપરિક વાનગી છે ગુજરાત ની.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાણીને ઉકળવા મુકી દેવું. સેવ ડૂબે એટલું પાણી લેવાનું.પાણી બરાબર ગરમ હોવું જોઇએ. પાણી ઊકળે એટલે એમાં સેવ નાખીને ૩-૪ મીનીટ ઉકાળવું.
- 2
ચઢી જાય એટલે ચારણીથી પાણી નિતારી લેવું.
પછી વાડકા માં કાઢીને ઉપરથી દળેલી ખાંડ અને ઘી નાંખીને બરાબર મિક્સ કરો. - 3
ગરમ ગરમ સેવ ની મજા માણો. ખાંડ અને ઘી સ્વાદ મુજબ ઓછી વધારે કરી શકાય.
Similar Recipes
-
હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
#GujaratiSwad#RKS#હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ#સ્વપ્નલ શેઠ#૨૦/૦૩/૧૯હેલ્લો મિત્રો આજે મેં હોળી સ્પેશિયલ ઓસાવેલી ઘઉંની સેવ બનાવી છે, આશા છે કે સૌ ને ગમશે. Swapnal Sheth -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
હોળી સ્પેશિયલ - ઘઉંની સેવ
હોળી આવી, ઘઉંની સેવ લાવી.દરેકનાં ઘરમાં હોળીનાં દિવસે સાંજે હોળી પૂજન કર્યા બાદ ઘઉંની મીઠી સેવ ખાવાનો રિવાજ હોય છે, તો ઘણાનાં ઘરમાં ચુરમાનાં લાડુનો રિવાજ હોય છે. ઘણા લોકો માર્કેટમાંથી તૈયાર ઘઉંની સેવ લાવે છે પણ અમે તો અવાર-નવાર ખાવાની ઈચ્છા થાય એટલે ઘરે જ બનાવીએ છીએ. તેને ગોળમાં શીરા જેવી તથા દૂધમાં ઉકાળીને ખીર બિરંજ બનાવી શકાય છે. મારા ઘરમાં બધાને દળેલી ખાંડ તથા ઘી ઉમેરીને ઓસાયેલી સેવ ભાવે છે. તો આજે આપણે ઓસાયેલી ઘઉંની સેવ બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#supersવિસરાતી વાનગી માની એક વાનગી એટલે (બીરંજ) ઘઉંની આોસાયેલી સેવ Daxa Pancholi -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
-
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
-
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
સાથવો ના લાડુ (sathvo ladoo recipe in gujarati)
#GA4#week14સાથવો એ ગુજરાત માં વર્ષો પહેલાં હોળી ના તહેવાર માં બનતા લાડુ ની વાનગી છે. પેહલા ના વખત માં આપણા દાદી, નાની આ લાડુ હોળી દહન વખતે ખજૂર, ધાની સાથે આ લાડુ પ્રસાદ માટે બનાવતા હતા. ફાગણ માસ માં ઋતુ સંધી સમયે કફ ની વૃદ્ધિ થતી હોવાથી આ લાડુ ચણા, ગોળ અને જુવાર માંથી બનતા હોવાથી ખાવાથી કફ દૂર થાય છે.. આ authentic વાનગી મે અહી હાથ ની ઘંટી માં તેનો લોટ દડી ને બનાવી છે. Neeti Patel -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR (હોળી સ્પેશ્યલ)સવારે ધનિચણાં વઘરેલા, ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી મા સાંજે હોલિકા નુ પૂજન કરી સેવ, રોટલી કેરી નુ કચુંબર, શાક, પરમ્પરા મુજબ મારા ઘેર બને છે Bina Talati -
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week10આપડી પારંપરિક વાનગી.. શુભ પ્રસંગ બનતી વાનગી Khyati Trivedi -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
-
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
બીરંજ (Biranj Recipe in Gujarati)
બીરંજ એ એક પરંપરાગત સ્વીટ રેસીપી છે...😍તેને ઘઉંની સેવ તરિકે પણ ઓળખવામાં આવે છે..ઝડપથી બનતી ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે... Gayatri joshi -
સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ"સેવ ખમણી" આ ગુજરાત ના સુરત ની એક પ્રખ્યાત ડિશ છે જે ચણા ની દાળ માંથી બને છે.તથા એનું નામ સાંભળતાજ મો માં પાણી આવી જાય છે,પરંતુ એને બનાવવા ની ઘણી ઝંઝટ હોય છે તેથી જો આપણને ખાવી હોય કે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બહાર થી મંગાવી લઈએ છીએ.પરંતુ અત્યારે કોરોના કાળ મા ખાવાની વસ્તુ બહાર થી મંગાવવાની બીક લાગે છે.તો મે ઘરે એકદમ સેહલી રીતે બેસન માંથી દાળ પલળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવી છે જે બહાર ની સેવ ખમણી કરતા પણ વધારે ટેસ્ટી તથા હાયજીનિક છે.તમે પણ ઘરે બનાવજો. Vishwa Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7712326
ટિપ્પણીઓ