મસાલા ગ્રીલ સેન્ડવિચ

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India
શેર કરો

ઘટકો

  1. બ્રેડ સ્લાઈસ,
  2. બટર,
  3. કોથમીર ની તીખી ચટણી,
  4. ચાટ મસાલો,
  5. થોડી ટામેટા ની સ્લાઈસ,
  6. કેપ્સિકમ મરચાં ની સ્લાઈસ
  7. કાકડી, ટામેટા સ્લાઈસ,
  8. ટામેટા નો સોસ,
  9. કોથમીર ની તીખી ચટણી
  10. મસાલા માટેની સામગ્રી:–
  11. 3નાના બાફેલા બટેટા,
  12. 2ડુંગળી, એકદમ બારી,
  13. સમારેલી,
  14. 2લીલા મરચા, બારીક સમારેલા,
  15. 1 ચમચીતેલ,
  16. 1/3 ચમચીરાઈ,
  17. મીઠું
  18. થોડી હળદર,
  19. 1/4વાટકો બારીક સમારેલી કોથમીર,
  20. સ્વાદાનુસાર લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મસાલો બનાવીએ..

    બટેટા ને બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી લો.

    આપ ચાહો તો અગાઉ થી જ બટેટા બાફી લો જેથી ઠંડા કરવા નો ટાઈમ બચી જશે અને મસાલો ચીકણો પણ નહીં થાય.

    બટેટા ને છૂંદી ને માવો બનાવી લો. નાની નોનસ્ટિક કડાય કે પેન માં તેલ ગરમ કરો. એમાં રાઈ ઉમેરો. રાઇ બરાબર થઈ જાય એટલે એમાં બારીક સમારેલી ડુંગળી અને મરચા ઉમેરો.

  2. 2

    ડુંગળી અને મરચા ને સરસ સાંતળી લો. ત્યારબાદ એમાં મીઠું અને હળદર ઉમેરો અને સાંતળો.

    મીઠું ધ્યાન થી નાખવું. બટેટા બાફવા માં પણ જો મીઠું ઉમેરેલું હોય તો એ પ્રમાણે જ મીઠું નાખવું..

    હવે ડુંગળી માં બટેટા નો માવો અને કોથમીર ઉમેરો. સરસ મિક્સ કરો. લીંબુ નો રસ ઉમેરો અને એકાદ મિનિટ શેકો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  3. 3

    10 મિનિટ માટે આ મસાલો ઠંડો થવા દો.

    હવે મસાલો તૈયાર છે તો બનાવીએ સેન્ડવિચ.. બ્રેડ ની સ્લાઈસ પર બટર અને ચટણી લગાવો. આપના ટેસ્ટ મુજબ બંને સાઈડ આપ બટર અને ચટણી લગાવી શકો. હું એક બાજુ બટર અને એક બાજુ ચટણી લાગવું છું.

  4. 4

    હવે એક બાજુ બટેટા નો માવો પાથરો. ચમચી ની ઊંધી બાજુ થી સરસ રીતે પાથરી શકાય. એના પર ટામેટા ની સ્લાઈસ અને કેપ્સિકમ મરચા પાથરો. ઉપર ચાટ મસાલો ભભરાવો..

  5. 5

    બીજી સ્લાઈસ ઉપર મૂકી સેન્ડવિચ તૈયાર કરો. ઉપર થોડું બટર લગાવવું.. આ સેન્ડવિચ ને ગ્રીલર કે ટોસ્ટર માં કડક કરો.. ગરમ ગરમ પીરસો..

    Masala Grill Sandwich,મસાલા ગ્રીલ સેન્ડવિચ, સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં
    પીરસવા માટે કાકડી અને ટામેટા ની સ્લાઈસ તૈયાર કરો. સેન્ડવિચ ની સાથે ટામેટા સોસ અને કોથમીર ની ચટણી પીરસો.. ચાહો તો ઉપર થી થોડું ચીઝ ખમણી ને સજાવવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
તમે મેકિંગ પીક નથી મુકતા.??

Similar Recipes