વેજીસ ગ્રિલ સેન્ડવિચ (Mumbai Veggie Grill Sandwich Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

મુંબઈ ની ખૂબ જ લોકપ્રિય healthy sandwich ,whole meal બધાની favourite..... #GA4#Week3

વેજીસ ગ્રિલ સેન્ડવિચ (Mumbai Veggie Grill Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મુંબઈ ની ખૂબ જ લોકપ્રિય healthy sandwich ,whole meal બધાની favourite..... #GA4#Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour 30 min
  1. ૪ નંગમોટા બાફેલા બટેટા
  2. ૨ નંગકાંદા બારીક સમારેલા
  3. ૧ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  6. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  9. ૨ ટેબલ સ્પૂનકોથમીર
  10. ૨ ટેબલ સ્પૂનતેલ
  11. Veggies
  12. ૩ નંગકાકડી સ્લાઈસ
  13. ૧ નંગકેપ્સિકમ સ્લાઈસ
  14. ૩ નંગટામેટાં સ્લાઈસ
  15. જરૂર મુજબચીઝ ગ્રેટેડ
  16. જરૂર મુજબસેન્ડવિચ મસાલો
  17. સ્વાદાનુસાર મીઠું
  18. લીલી ચટણી
  19. ૧ કપકોથમીર
  20. ૧/૨ કપફુદીનો
  21. ૨ નંગલીલાં મરચાં
  22. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  23. સ્વાદાનુસારમીઠું
  24. જરૂર મુજબખાંડ
  25. ૨ ટેબલ સ્પૂનદાળિયા
  26. જરૂર મુજબબટર/તેલ
  27. ૧૨ નંગ બ્રેડ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

1 hour 30 min
  1. 1

    મસાલો બનાવવા માટે તેલ ગરમ મૂકી તેમાં કાંદા ગુલાબી રંગ ના સાંતળો.

  2. 2

    લસણ ની પેસ્ટ મા લાલ મરચું, મીઠું,ગરમ મસાલો, ધાણાજીરુ નાખી પાણી ઉમેરી પેસ્ટ બનાવી, કાંદા મા ઉમેરો.તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.બટેટા ને મેશ કરી ઉમેરો. મસાલો તૈયાર કરી ઠંડુ કરી લો. કોથમીર ઉમેરો.

  3. 3

    કોથમીર, મરચા,ફુદીનો,લીંબુ, મીઠું, દાળિયા ની ચટણી બનાવી લો. સ્લાઈસ વેજીસ તૈયાર રાખો.

  4. 4

    બ્રેડ પર બટર લગાડો, ગ્રીન ચટણી લગાડો, કાકડી, ટામેટાં, કેપ્સિકમ મૂકો મીઠું, સેન્ડવિચ મસાલો ભભરાવો.જરૂર મુજબ ચીઝ. તેની ઉપર બીજી બ્રેડ મૂકી બટર લગાડો.બટેટા નો તૈયાર કરેલ મસાલો પાથરો, કેચઅપ લગાડો, ચીઝ ભભરાવો, ઉપર ત્રીજી બ્રેડ સ્લાઈસ મૂકો.(ત્રણેય સ્લાઈસ ઉપર ગ્રીન ચટણી લગાડી સકો છો). હાથેથી દબાવી સેન્ડવિચ સેટ કરો. બટર લગાડો. ગ્રિલ કરી લો.ગરમ ગરમ સેન્ડવિચ નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes