દાળ ઢોકળી😋

Shital Galiya
Shital Galiya @cook_15826293

#લંચ રેસિપી
પરંપરાગત, સ્વાદિષ્ટ અને દરેક ની મનપસંદ...😊😊😊!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 servings
  1. 1બાઊલ તુવેર દાળ
  2. 1બાઊલ ઘઊ નો લોટ
  3. 8-10સિંગ દાણા
  4. ચપટી મેથી
  5. ચપટી અજમો
  6. 1ટામૅટુ
  7. ગોળ
  8. મીઠું
  9. 1લીલું મરચુ
  10. મીઠો લિંબડો
  11. લાલ મરચુ
  12. હલદર
  13. તેલ
  14. હિંગ
  15. રાઈ
  16. જીરું
  17. ગરમ મસાલો
  18. કોથમીર
  19. લિંબૂ
  20. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ધોઈ ને કૂકર મા મેથી દાણા અને સીંગ દાણા નાંખી 20 મિનિટ માટે બાફી લો...પછી દાળ ને જેરી ને એક વાસણ મા લઈ તેમાં મીઠું, મરચુ, હળદર, ટામૅટુ, લીલું મરચું, લિંબડો, અને ગોળ નાંખી ઉકળવા દો...

  2. 2

    એક કથરોટ મા ઘઊ નો ચાળેલો લોટ લઈ તેમાં મીઠું, મરચુ, હલદર, અજમો અને તેલ નું મોણ નાંખી થેપલા જેવો લોટ બાંધી લો...

  3. 3

    હવે લોટ નો લુવો લઈ પાતળી પાતળી વણી ને ચપ્પા થી તેનાં ચોરસ સેપ મા કાપા પાડી લો...

  4. 4

    હવે આ ઢોકળી ને ધીમાં તાપે ઉકળવા મુકેલી દાળ મા નાખતાં જાવ...સતત હલાવતા રહો...

  5. 5

    બધી ઢોકળી દાળ મા ધીમા ગેસ પર સરસ ચડી જાય પછી વઘારિયાં મા તેલ મુંકી રાઇ, જીરું, હીંગ, લાલ મરચુ નો વઘાર કરી દાળ ઢોકળી મા રેડી લો...

  6. 6

    લિંબૂ નીચોવી ને કોથમીર અને ગરમ મસાલો ઉમેરો...

  7. 7

    સ્વાદિષ્ટ દાળ ઢોકળી તૈયાર છે... થેપલા અને ડુંગળી સાથે ગરમા ગરમ દાળ ઢોકળી ની મજા માણો...😋😋😋!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Galiya
Shital Galiya @cook_15826293
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes