ફ્રુટ ઈડલી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં ફ્રુટના પલ્પ નો યુઝ કરીને ઈડલી બનાવી છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી રહેશે અને લંચ માં બાળકો ને આપવાથી લંચ બોક્સ પણ પૂરો કરી દેશે
#goldenapron
#post15

ફ્રુટ ઈડલી

અહીં મેં ફ્રુટના પલ્પ નો યુઝ કરીને ઈડલી બનાવી છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી રહેશે અને લંચ માં બાળકો ને આપવાથી લંચ બોક્સ પણ પૂરો કરી દેશે
#goldenapron
#post15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાઉલ ચોખા
  2. 1બાઉલ અડદ દાળ
  3. 3નંગ કીવી
  4. 1મોટી હાફુસ કેરી
  5. 1મોટું નંગ દાડમ
  6. 1 ચમચીમીઠું
  7. 1/2 ચમચીસાજીના ફૂલ
  8. 4 ચમચીતેલ
  9. 1 ચમચીમરી પાવડર
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને સાતથી આઠ કલાક પલાળીને મિક્સરમાં પીસી લો અને તૈયાર કરેલા ખીરાને આથો આવવા દો

  2. 2

    આથો આવે ત્યાં સુધી કિવી અને કેરી ને સુધારી તેનો પલ્પ કાઢી લો અને દાડમના દાણાને સુધારી ધોઈ લો

  3. 3

    આથો આવી ગયો હોય તો આ મિશ્રણમાં સાજીના ફૂલ ગરમ તેલ નાખી અને સાથે સાથે મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાંખી બે બાઉલમાં મિશ્રણને જુદું-જુદું રાખો

  4. 4

    એક બાઉલમાં કેરીનો પલ્પ ઉમેરો અને બીજા બાઉલમાં કીવી નો પલ્પ ઉમેરી મિશ્રણ ને તૈયાર કરો

  5. 5

    હવે સ્ટીમરને ગરમ મૂકો અને ઈડલીનું પહેલા તૈયાર કરેલું કેરી નું મિશ્રણ અને ત્યારબાદ કિવી વાળું મિશ્રણ મૂકો

  6. 6

    આ રીતે ડબલ કલર વારી ઈડલી તૈયાર થશે અને ઉપરથી દાડમના દાણા ભભરાવો

  7. 7

    દસથી પંદર મિનિટ બાદ તેને ખોલો આ રીતે ફ્રુટ ઈડલી તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes