રવા-પોહા ઈડલી કેક

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#રવા-પોહા ઈડલી કેક
#રવાપોહા
#20.07.19

આ કેક બાળકો માટે ખુબ હેલ્ધી છે, તેમાં મેંદો નથી એટલે નુકસાન ના કરે, ઓવન ની પણ જરૂર નથી, કુકર માં કે કડાઈ માં બને છે. ખુબજ સહેલી અને ઝડપથી બની જાય છે.
નોંધ : કૂકરમાં કરીએ તો ઢાંકણ માંથી રિંગ અને સીટી કાઢી લેવી.
નોંધ : વેનિલા કેક બનાવવી હોય તો 1 ટી સ્પૂન ફક્ત વેનિલા એસેન્સ જ નાખવું, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાંખવાનો નહીં.

રવા-પોહા ઈડલી કેક

#રવા-પોહા ઈડલી કેક
#રવાપોહા
#20.07.19

આ કેક બાળકો માટે ખુબ હેલ્ધી છે, તેમાં મેંદો નથી એટલે નુકસાન ના કરે, ઓવન ની પણ જરૂર નથી, કુકર માં કે કડાઈ માં બને છે. ખુબજ સહેલી અને ઝડપથી બની જાય છે.
નોંધ : કૂકરમાં કરીએ તો ઢાંકણ માંથી રિંગ અને સીટી કાઢી લેવી.
નોંધ : વેનિલા કેક બનાવવી હોય તો 1 ટી સ્પૂન ફક્ત વેનિલા એસેન્સ જ નાખવું, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાંખવાનો નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫  વ્યક્તિ
  1. 1 કપઝીણો રવો
  2. 1/4 કપપલાળેલા પોહા
  3. 1/2 કપદળેલી ખાંડ (વધારે ગળપણ જોઈએ તો થોડી ખાંડ વધારે નખાય)
  4. 1/2 કપદહીં
  5. 1/4 કપદુધ
  6. 1/4 કપતેલ
  7. 1/2 ટી સ્પૂનબેકિંગ પાવડર
  8. 3 ટેબલસ્પૂનકોકો પાવડર
  9. 1/4 ટી સ્પૂનખાવાનો સોડા
  10. 1/2 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  11. 1 ટેબલસ્પૂનડ્રિંકિંગ ચોકલેટ પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં ખાંડ, દહીં, તેલ, દુધ, એસેન્સ, કોકો પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર, બધું મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી દેવું (મિક્સરમાં પણ કરાય) પછી રવો અને પલાળેલા પોહા નાખીને બ્લેન્ડ કરવું. (જો રવો મોટો હોય તો પહેલા મિક્સરમાં ક્રશ કરીને રાખવો.)
    ખીરૂ લચકા પડતું હોવું જોઈએ, બે ભાગ કરી ને એક ભાગમાં વેનીલા એસેન્સ-ટૂટીફ્રુટી, બીજામાં કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાખી, જાડું લાગે તો થોડું દુધ નાખી શકાય. બધું મિક્સ કરીને 10 મિનીટ ઢાંકી રાખવું, પછી ઇડલીના સ્ટેન્ડ માં તેલ લગાવી ગ્રીસ કરીને ખીરું રેડવું.

  2. 2

    પહોળી કડાઈમાં કાંઠો મૂકીને ગરમ થવા મુકવું, કડાઈ ખાલી જ રાખવાની છે, તાપ ધીમો રાખવો એટલે કડાઈ બળસે નહીં)
    પછી છેલ્લે કેકનાં મિશ્રણ માં 1 ટી સ્પૂન બેકીંગ પાવડર અને 1/4 ટી સ્પૂન ખાવાનો સોડા નાંખીને બરાબર હલાવી ને તરત જ ગરમ થયેલા ઇડલી સ્ટેન્ડ માં રેડી દેવું, ધીમા તાપે થવા દેવું, 25-30 મિનીટ માં થઈ જશે.
    ચપ્પુ ખોસીને જોવુ, ચોંટે ના એટલે થઈ ગયું. બરાબર ઠન્ડુ પડે એટલે ઈડલી કેક કાઢી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ

Similar Recipes