ગુલાબ મીઠાઈ

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#રવાપોહા
આ મીઠાઈ રવા થી બનાવવામાં આવે છે.ખૂબ સુંદર દેખાય છે.સ્વાદિષ્ટ લાગે છે.

ગુલાબ મીઠાઈ

#રવાપોહા
આ મીઠાઈ રવા થી બનાવવામાં આવે છે.ખૂબ સુંદર દેખાય છે.સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30_40 મિનિટ
4 સર્વ
  1. 350મિલી ફૂલ ક્રીમ દૂધ
  2. 1.5 ટેબલસ્પૂનસાકર
  3. 50_60 ગ્રામ બારીક રવો
  4. 2_2.5 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ભરવા માટે :-
  6. કાજુ _બદામ
  7. અથવા માવો
  8. અથવા સૂકું નારિયેળ નું ખમણ
  9. 2 ટેબલસ્પૂનગુલકંદ
  10. 1 ચમચીઇલાયચી પાઉડર
  11. સાકર નો પાઉડર
  12. થોડા ટીપા રૂહ આફ ઝા
  13. થોડા ટીપા ગુલાબી ફૂડ કલર
  14. ગાર્નિશ કરવા:-

રાંધવાની સૂચનાઓ

30_40 મિનિટ
  1. 1

    એક વાસણ મા મધ્યમ આંચ પર ઉકળવા મુકવું.તેમાં સાકર નાખી હલાવતા રહેવું.અડધું દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું.બીજા ગેસ પર એક કઢાઈ માં 5_6 મિનિટ ધીમા તાપે રવો શેકવો.પછી દૂધમાં નાખવો,કન્ડેન્સ્ડ મિલ્ક પણ નાખવું. સતત હલાવતા રહેવું.થોડી વાર પછી જાડું થશે અને કઢાઈ છોડવા લાગશે.આ મિશ્રણ ઠંડુ થવા દેવું.ત્યાર બાદ તેને બરાબર મસળી તેના ત્રણ ભાગ કરવા.એક નાનો,એક તેનાથી જરાક મોટો,અને ત્રીજો સૌથી મોટો.

  2. 2

    કાજુ બદામ નો ભુકો,ગુલકંદ,ઇલાયચી પાઉડર અને સાકર ભેળવી ફિલિંગ તૈયાર કરવું.સૌથી મોટા ભાગ ના 2 ટીપા રૂહ આફ ઝા બરાબર મિક્સ કરી ગોળો વાળવો. મધ્યમ ભાગ માં 1 ટીપુ વધારે રૂહ આફઝા નાખી થોડા ડાર્ક કલર નો ગોળો વાળવો.સૌથી નાના ભાગ માં ગુલાબી ફૂડ કલર ના થોડા ટીપા નાખી બરાબર મિક્સ કરી અને એકદમ ડાર્ક કલર નો ગોળો તૈયાર કરવો.દરેક ગોળા નો એક એક રોટલો વની લેવો.

  3. 3

    સૌથી નાના ડાર્ક પિંક કલર ના ગોળ ના રોટલા માથી 4 ગોળાકાર નાના સર્કલ કાપવા.બીજા મધ્યમ પિંક કલર ના ગોળ ના રોટલા માથી મધ્યમ આકાર ના 4 સર્કલ કાપવા.સૌથી મોટા ગોળા ના રોટલા માથી 4 મોટા સર્કલ કાપવા.એક પ્લાસ્ટિક પેપર ઉપર દરેક કલર નું એક એક સર્કલ એમ ત્રણ સર્કલ આકૃતિ માં દેખાડ્યા મુજબ જોડી દેવા.વચ્ચે ફિલિંગ મૂકી ફોલ્ડ કરવું.

  4. 4

    જ્યાં ફિલિંગ હોય ત્યાજ સીધી લીટી માં પ્રેસ કરવું.પછી નીચે થી ઉપર હાથેથી ફોલ્ડ કરતા જવું. પિક્ચર માં બતાવ્યાં પ્રમાણે ગુલાબ નો આકાર બનશે.તેની પાંખડી નીચે તરફ હળવા હાથે ખોલવી.દરેક ગુલાબ ઉપર વચ્ચે ચાંદી નો વરખ લગાડવો અથવા સિલ્વર મોતી અથવા નારિયેળ ખમણ થી ગાર્નિશ કરવું.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes