ફણગાવેલા અનાજ કઠોળ ની ભેળ(Sprouted Grain Bhel Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MRC
અનાજ કઠોળ માંથી બનાવેલું કંઈપણ હોય પૌષ્ટિક કહેવાય એમાંય જો ફણગાવેલું હોય તો અતિ ઉત્તમ ગણાય અહીં આપણે ફણગાવેલા અનાજ કઠોળની ભેળ બનાવી શું ચણા મગ અને બાજરો આ ત્રણ નો ઉપયોગ કરીશુ આ ભેળ બનાવવા માટે સમય લાગતો નથી હા અનાજ કઠોળ ને ફણગાવવા સુધીની પ્રક્રિયા થોડો ટાઈમ માગી લે છે તો બનાવવામાં સરળ અને ચોમાસામાં ખૂબ જ ભાવે એવી આ ભેળ આપણે બનાવીશું.

ફણગાવેલા અનાજ કઠોળ ની ભેળ(Sprouted Grain Bhel Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MRC
અનાજ કઠોળ માંથી બનાવેલું કંઈપણ હોય પૌષ્ટિક કહેવાય એમાંય જો ફણગાવેલું હોય તો અતિ ઉત્તમ ગણાય અહીં આપણે ફણગાવેલા અનાજ કઠોળની ભેળ બનાવી શું ચણા મગ અને બાજરો આ ત્રણ નો ઉપયોગ કરીશુ આ ભેળ બનાવવા માટે સમય લાગતો નથી હા અનાજ કઠોળ ને ફણગાવવા સુધીની પ્રક્રિયા થોડો ટાઈમ માગી લે છે તો બનાવવામાં સરળ અને ચોમાસામાં ખૂબ જ ભાવે એવી આ ભેળ આપણે બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબાજરો
  2. ૧ વાટકીમગ
  3. 1 વાટકીચણા
  4. 2 વાટકીમિક્સ ચવાણું અથવા ફરાળી ચેવડો
  5. કેપ્સીકમ ઝીણા સમારેલા
  6. ટામેટાં ઝીણા સમારેલા
  7. ડુંગળી ઝીણી સમારેલી
  8. ૨ ચમચીશીંગદાણા
  9. 2 ચમચીદાડમના દાણા
  10. 1/2 સફરજન ઝીણું સમારેલું
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચપટીમરી પાઉડર
  13. 1/2 ચમચી આમચૂર પાઉડર
  14. લીલા ધાણાની ચટણી
  15. ૨ ચમચીસીંગતેલ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરો મગ અને ચણા પાંચ થી સાત કલાક પલાળી રાખો પછી પાણી નિતારી ત્રણેયને કોટનના કપડામાં બાંધી કોઈપણ વાસણમાં રાખી ૫ થી ૭ કલાક ઢાંકી રાખો

  2. 2

    પાચ સાત કલાક પછી આ બધા સરસ ફણગી ગયા હશે હવે એક વાસણમાં આ બધા અનાજ કઠોળ લઇ તેમાં ડુંગળી ટામેટા મરચા આ બધું ઝીણું સમારીને નાખો ફરાળી ચેવડો અથવા ચવાણું મિક્સ કરો

  3. 3

    હવે મરી પાઉડર મીઠું આમચૂર પાઉડર અથવા લીંબુ નો રસ અને લીલી ચટણી નાખી સરસ રીતે મિક્સ કરો ઉપર ગાર્નીશિંગ માટે કોથમીર દાડમના દાણા સફરજન ઝીણું સમારેલું આ બધું નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes