ચકરી

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#દિવાળી
ચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 4 કપચોખાનો લોટ
  2. 1 કપમાખણ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 3 મોટી ચમચીતલ
  5. 1 નાની ચમચીહળદર
  6. 4 મોટી ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. જરૂર મુજબ પાણી
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચોખા નો લોટ ચાળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં માખણ નું મોણ નાખી ને બરાબર મસળી લો.

  3. 3

    લોટ હાથ ની મુઠ્ઠી માં વળે તેટલું મોણ આપવું.

  4. 4

    હવે તેમાં મીઠું, હળદર અને આદુ મરચા ની પેસ્ટ તથા તલ નાખી મસળી લો.

  5. 5

    હવે જરૂર મુજબ પાણી નાખી ને સહેજ કઠણ લોટ બાંધી લો.

  6. 6

    લોટ બંધાઈ જાય એટલે ૧૫ મિનિટ સુધી રહેવા દો.

  7. 7

    ત્યાર બાદ ચકરી પાડવા ના સંચા માં લોટ ભરી લો.

  8. 8

    હવે સંચા વડે ગોળ ચકરી પાડી લો.

  9. 9

    આ પ્રકારે બધી ચકરી બનાઈ લો.

  10. 10

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  11. 11

    તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી તળો.

  12. 12

    સહેજ બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તળો.

  13. 13

    આ પ્રકારે બધી ચકરી તળો.

  14. 14

    ચકરી ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરો.

  15. 15

    ચોખા ના લોટ ની ચકરી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes