ચકરી (Chakri recipe in Gujarati)

ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.
આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.
આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કોટનના કાપડ માં લોટ બાંધી તેની પોટલી બનાવી લેવી. હવે એક સ્ટીમર માં પોટલી મૂકીને મીડીયમ તાપ પર પંદર થી વીસ મિનિટ માટે લોટ ને બાફી લેવો. ત્યારબાદ એને થોડો ઠંડો થવા દેવો.
- 2
હવે કાપડમાંથી લોટને બહાર કાઢી લઈને હાથ થી તોડી લેવો. ત્યારબાદ તેને ચાળી લેવો. લોટને વધારે ઠંડો થવા દેવો નહીં કારણ કે ઠંડો થતાં લોટ ખૂબ સખત થઇ જાય છે અને તોડવામાં તકલીફ પડે છે.
- 3
હવે લોટમાં લાલ મરચું, મીઠું, તલ, અજમા અને જીરુ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. સ્ટીમ કરેલા લોટમાં તેલનું મોણ ઉમેરવાની જરૂર પડતી નથી. થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ને લોટ બાંધી લેવો. લોટ ને ૨ થી ૩ મિનિટ સુધી મસળવો. લોટ વધારે પડતો કઠણ અથવા તો વધારે ઢીલો હોવો જોઈએ નહીં.
- 4
હવે ચકરી બનાવવાના સંચામાં લોટ ઉમેરીને તેમાંથી પાંચ છ ચકરી પાડી લેવી. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગરમ તેલમાં ચકરી ઉમેરીને એક મિનીટ માટે તળાવા દેવી.
- 5
હવે તાપ મીડીયમ પર રાખીને ચકરી ને ગુલાબી રંગ ની તળી લેવી. આ રીતે બધી ચકરી તૈયાર કરી લેવી.
- 6
ચકરીને એરટાઈટ કન્ટેનરમાં ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. ચકરી ચા કે કોફી સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ઘઉં ચોખા ની ચકરી (Ghaunv chokha ni chakri recipe in Gujarati)
ઘઉં ચોખાની ચકરી બનાવવા માટે બંને લોટને ભેગા કરીને થોડા મસાલા નાખીને લોટ બાંધીને ચકરી બનાવવામાં આવે છે. આ લોટને સ્ટીમ કરવાની કે બાફવાની જરૂર પડતી નથી. ઝડપથી બની જતી આ રેસિપીથી ખુબ જ સરસ ચકરી બને છે અને ચા કે કૉફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને પણ આ પ્રકાર ની ચકરી ખૂબ જ પસંદ પડે છે. મારા બાળકો બહારની ચકરી ખાતા જ નથી, એમને આજ ચકરી ખૂબ જ ભાવે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4#CDYઆજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ચકરી , ચકરી ઘણી બધી રીતે બનતી હોય છે ઘઉંનો લોટ બાફી ને , ચોખાના લોટમાંથી , પૌવાથી પણ આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ચકરી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને સ્વાદમાં પણ ખુબ સરસ બને છે ,,અને લેફ્ટઓવર ની મારા મટે આ બેસ્ટ રેસીપી હું માનું કેમ કે ભાટ દરેક ઘરમાં થોડા પ્રમાણમાં તો વધતા જ હોય છે આમ ચકરી બન્નાવવાનું કામ થોડું ઝંઝટભર્યું લાગે ,,લોટ બાફવો,ચાળવો,ટુપવો ,પણ આ રીતમાં જરાપણ ઝંઝટ નથી ,,,ફટાફટ બની જાય છે ,,વધેલી વસ્તુનો ઉપયોગ અને બાળકો આમ દાળિયા ના ખાય પણ આ રીતે તેમને ખવરાવી દેવાય એટલે એક હેલ્ધી વાનગી ખવરાવ્યાનો સંતોષ પણ મળે ,,, Juliben Dave -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
મીની ચકરી (Mini Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindiaચકરી એ ભારતીય પારંપરિક નાસ્તો છે. દિવાળીના તહેવારમાં તો તે બને જ છે. ચકરી તેમજ ચોખા ના લોટ માંથી બને છે. જુદા જુદા રાજ્યોમાં તેના જુદા જુદા નામ છે. 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
ચકરી(chakri recipe in gujarati)
#સાતમ ચકરી એ ઘણા લોકો ચોખાના લોટ માંથી બનાવતા હોય છે.તો આજેમેં ઘઉંના લોટને બાફીને માખણ નાખીને બાળકો અને મોટા બધા ને ભાવે તેવી એકદમ સોફટ અને ટેસ્ટી ચકરી બનાવી છે. Sonal Lal -
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
આલૂ ચકરી (Aloo Chakri Recipe In Gujarati)
ચકરી વગર દિવાળી અધુરી છે.આમ તો બહુ બધી રીતે ચકરી બને છે પણ મારા ઘરે મેંદો અને બટાકા થી બનાવ્યા છે.મેંદો અને બટાકા થી ચકરી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે#કૂકબુક#આલુચકરી#પોસ્ટ૧ Chandni Kevin Bhavsar -
બીટરુટ ચકરી (beetroot chakri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ3ચકરી/ચકરી કે મુરુક્કુ જે પણ કહીએ એ એક કુરમુરી અને સ્વાદિષ્ટ નાસ્તા નું વ્યંજન છે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત માં બહુ પ્રચલિત છે. ગુજરાત/મહારાષ્ટ્ર માં ચકરી/ચકરી અને દક્ષિણ ભારત માં મુરુક્કુ થી પ્રચલિત ચકરી નું નામ તેના આકાર થી પડ્યું છે.સામાન્ય રીતે ચોખા ના લોટ થી બનતી ચકરી હવે વિવિધ લોટ અને સ્વાદ માં બનતી થઈ ગયી છે.બીટરુટ એ એક લોહતત્વ થી ભરપૂર એવું કંદ છે જે ઘણા ને પસંદ નથી આવતું. તેના સ્વાસ્થ્ય લાભ ને પામવા તેનો ઉપયોગ વિવિધ રૂપે કરવો પડે છે. આજે મેં ચકરી માં તેનો સ્વાદ ઉમેર્યા છે. મારો દીકરો જે બીટ ના નામ થી મોઢું બગાડે તે આ ચકરી હોંશે હોંશે ખાય છે.આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે. Deepa Rupani -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
ચોખાના લોટની કુરકુરી ચકરી બનાવવાની રીત#childhood Poonam Joshi -
રાઈસ બટર ચકરી (Rice Butter Chakri Recipe In Gujarati)
દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જુદાં જુદાં ઘણા બધા પ્રકારના સૂકા નાસ્તા બનાવીએ છીએ એમાં ચકરીનું પણ સ્થાન છે. મેં ચોખાના લોટ ની ચકરી બનાવી છે.#કૂકબક Vibha Mahendra Champaneri -
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે#MA Vidhi V Popat -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
સ્પાઈસી સેઝવાન ચકરી (Spicy Schezwan Chakri Recipe In Gujarati)
#WEEK4#CB4#ચકરીસ્પાઈસી શેઝવાન ચકરીસાવ નવી જ રેસીપી, ઈન્ડો - ચાઈના કોમ્બો ટેસ્ટ, એવી આ ચકરી ને ખાઈ ને આનંદ માણો . Manisha Sampat -
ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)
ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે#કૂકબુક Nidhi Jay Vinda -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
બટાકા ની ચકરી (Bataka Chakri Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસામાન્ય રીતે આપણે ઘઉં અને ચોખા ની ચકરી બનાવતા જ હોઈએ છીએ. પણ બટાકાની ચકરી વધુ સોફ્ટ અને ક્રિસ્પી પણ બને છે . વડી તેનો કલર પણ સામાન્ય ચકરી કરતા અલગ જ આવે છે તેથી થોડો ચેન્જ પણ લાગે છે. Neeru Thakkar -
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
ઘઉંના લોટની ચકરી(wheat chakri recipe in gujarati)
#સુપરશેફ૨#સુપરશેફ2#ફ્લોર#લોટઆ કોરોનામાં આપને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળતા હોઈએ છીએ, અને બન્ને એટલું ઘરેજ બનાવીએ. આ ચકરી મારી મમ્મી બહુજ બનાવે, એટલે આજે મેં પણ શીખી લીધી.બહુ ઓછા સમય માં એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Avanee Mashru -
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#LB મે અહી ચકરી નો અલગ અલગ શેપ્ આપ્યો છે ગોળ આકાર ની પણ બનાવી છેKusum Parmar
-
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (8)