રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી અને વાટેલું લસણ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટું, ગાજર અને કેપ્સીકમ ઉમેરીને સાંતળો. ટમેટું નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેમાં રેડ ચીલી સોસ, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ટોમેટો કેચઅપ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં બાફેલા અમેરીકન મકાઈના દાણા અને બાફેલા રાજમા (પાણી નિતારી લેવું) ઉમેરીને મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં છીણેલું ચીઝ ઉમેરીને મિક્સ કરો. પૂરણ તૈયાર છે.
- 3
કણક માટે મકાઈના લોટમાં મેંદો,મીઠું, અજમો અને તેલ ઉમેરી પાણી થી સહેજ નરમ કણક બાંધો. ઢાંકીને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.
- 4
કણકને સરખી રીતે મસળી એક સરખા ગોળા વાળો. એક ગોળો લઈ અટામણ માં રગદોળી તેમાંથી થોડી નાની રોટલી વણી લો. તેની ચારે કિનારી કાપી ચોરસ આકાર માં કાપી લો.
- 5
હવે ચોરસ રોટલી ઉપર સેઝવાન ચટણી લગાડો. તેના અડધા ભાગમાં પૂરણ પાથરી બીજા અડધા ભાગથી બંધ કરી દો. કિનારીઓ સરખી દબાવી દો અને કાંટા થી દબાવી દો. ગરમ તેલમાં બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ મેક્સિકન પોકેટસ. ટોમેટો કેચઅપ સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)