ડ્રાય ફ્રુટ્સ જેગ્રી સંદેશ શોટ્સ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ZayakaQueens
#પ્રેઝન્ટેશન
#આ રેસીપી ફ્યૂઝન રેસીપી છે જેમાં દૂધમાંથી પનીર બનાવી તેમાંથી સંદેશ બનાવીને ખાંડની બદલે ગોળ ઉમેરીને હેલ્થી ડેઝર્ટ બનાવીને ડ્રાય ફ્રૂટ્સને ટોપિંગમાં લીધા છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.

ડ્રાય ફ્રુટ્સ જેગ્રી સંદેશ શોટ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ZayakaQueens
#પ્રેઝન્ટેશન
#આ રેસીપી ફ્યૂઝન રેસીપી છે જેમાં દૂધમાંથી પનીર બનાવી તેમાંથી સંદેશ બનાવીને ખાંડની બદલે ગોળ ઉમેરીને હેલ્થી ડેઝર્ટ બનાવીને ડ્રાય ફ્રૂટ્સને ટોપિંગમાં લીધા છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 2 ટીસ્પૂનલીંબુનો રસ
  3. 1/2 કપગોળ (ઝીણું સમારેલું)
  4. 2 ટીસ્પૂનઘી
  5. 2 ટેબલસ્પૂનબદામ (ઝીણું સમારેલું)
  6. 2 ટેબલસ્પૂનકાજુ (ઝીણું સમારેલું)
  7. 2 ટેબલસ્પૂનઅંજીર (ઝીણું સમારેલું)
  8. સજાવવા માટે -
  9. 5-6નંગ અંજીર
  10. ટુકડાકાજુ, બદામ, અખરોટના

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં દૂધ ગરમ કરી, ઉકાળો આવે એટલે લીંબુનો રસ મિક્સ કરો, દૂધ ફાટી જાય ત્યારે મલમલના રૂમાલમાં ગાળી લો.

  2. 2

    ગાળેલા પનીરને હાથથી મસળીને સુંવાળું બનાવી દો.

  3. 3

    એક પેન લઈ તેમાં મસળેલુ પનીર અને ગોળ મિક્સ કરી સાંતળો, મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.

  4. 4

    બીજા પેનમાં ઘી ગરમ કરી સમારેલા કાજુ, બદામ, અંજીર, અખરોટ ને 2-3 મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે નાના કાચના ગ્લાસમાં બનાવેલ સંદેશ ચમચી વડે અડધું ભરો. ત્યારબાદ ઘીમાં સાંતળેલા ડ્રાય ફ્રૂટ્સ નાખો. આમ બધા ગ્લાસ તૈયાર કરો.

  6. 6

    તૈયાર છે હેલ્થી ડેઝર્ટ ડ્રાય ફ્રૂટ્સ જેગ્રી સંદેશ શોટ્સ, અંજીરથી સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes