સ્પાઉટ બાસ્કેટ ચાટ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે

સ્પાઉટ બાસ્કેટ ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧/૨ કપ ફણગાવેલા કઠોળ મિક્સ
  2. ૧/૨ કપ બાફેલા બટાકા ના ટુકડા
  3. ૧/૪ કપ ડુંગળી કાપેલી
  4. ૧/૪ કપ ટામેટા કાપેલા
  5. ૧/૨ ચમચી મીઠું
  6. ૧/૨ ચમચી ચાટ મસાલો
  7. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  10. ૧/૨ ચમચી લીંબુનો રસ
  11. ગ્રીન ચટણી બનાવવા માટે:
  12. ૧/૨ કપ ધાણા
  13. ૨-૩ નંગ લીલાં મરચાં
  14. ટુકડો૧ આદુનો
  15. ૧/૨ ચમચી જીરૂ+૧/૨ ચમચી મીઠું+૧/૪ ચમચી હળદર
  16. ૧ ચમચી લીંબુનો રસ
  17. મીઠી ચટણી બનાવવા માટે:
  18. ૧/૨ કપ ખજૂર
  19. ૩-૪ આમલી ના કટકા
  20. ૧/૨ ચમચી મીઠું+૧/૨ ચમચી ધાણાજીરૂ+૧ ચમચી લાલ મરચું પાવડર+૧/૨ ચમચી ગરમ મસાલો
  21. રેડીમેઈડ બાસ્કેટ ટોકરી
  22. સેવ સર્વ કરવા માટે
  23. ધાણા ભાજી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી કાપી લો.

  2. 2

    હવે એક બાઉલમાં મિક્સ કઠોળ, બટાકા, ડુંગળી, ટમેટા લઈ લઈએ.ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરો.ત્યારબાદ તેમાં ૧/૨ ચમચી લીંબુનો રસ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે બાસ્કેટ ની ટોકરી લઈ બનાવેલા મિશ્રણ માંથી થોડું મિશ્રણ બધા માં ભરી લેવું.ત્યારબાદ તેમાં મીઠી ચટણી અને લીલી ચટણી નાખો.હવે તેમાં સેવ નાખો.

  4. 4

    હવે ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes